fbpx
બોલિવૂડ

અનુપમા’ ફેમ અલ્પના બુચ અને નિધિ શાહ થયા કોરોના સંક્રમિત

ટીવી ઇન્ડસ્ટ્રીનાં મોટાભાગનાં કલાકારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કોરોનાનો કહેર દરેકને પોતાની અડફેટે લઇ રહ્યો છે. અને હવે આ લિસ્ટમાં વધુ બે નામ જાેડાઇ ગયા છે. ટીવીનાં મોસ્ટ ટીઆરપી રેટિંગ શો માંથી એક ‘અનુપમા’નાં બીજા બે સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

શોમાં અનુપમાની સાસુ લીલા શાહનો રોલ અદા કરનારી અલ્પના બુચ અને શોમાં તેની વહુ કિંજલનો રોલ અદા કરનારી નિધિ શાહ બંને કોરોના મહામારીનો ભોગ બની ગઇ છે. આ વાતની માહિતી શોનાં પ્રોડ્યૂસર રાજન શાહીએ જણાવી છે.
આ પહેલાં શોનાં લિડ કેરેક્ટર અનુપમા એટલે કે રુપાલી ગાંગુલી અને વનરાજ શાહ એટલે કે સુધાંશુ પાંડે કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં જેથી હાલમાં શોનો ટ્રેક એવો બતાવવામાં આવ્યો છે કે, તેઓ અમદાવાદની બહાર છે અને ત્યાં કફ્ર્યૂ લાગી ગયો છે તેથી તેઓ ઘરે પરત નથી આવી શકતાં.

તો બીજી તરફ આ પહેલાં શોમાં અનુપમાનાં મોટા દીકરા પારિતોષનો રોલ અદા કરનારા આશિષ મહેરોત્રાને પણ કોરોના થઇ ગયો હતો જેને કારણે તે હાલમાં વિદેશ ગયો હોવાનો ટ્રેક બતાવવામાં આવ્યો છે.

શોમાં સૌથી પહેલાં અનુપમાનાં નાના દીકરા સમરને કોરોના થયો હતો. તે સમયે તેને મુંબઇ ડાન્સ ટ્રેનિંગ માટે ગયો હોવાનું બતાવવામાં આવ્યું હતું. જે બાદ સમર એટેલે કે પારસનાં પિતાનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ હતું જેથી તેને શોથી દૂર હતો. હાલમાં તે શો પર પરત આવી ગયો છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0