fbpx
બોલિવૂડ

એક્ટ્રેસ પત્રલેખાના પિતા અજીત પૉલનું થયું અવસાન

એક્ટર રાજકુમાર રાવની ગર્લ ફ્રેન્ડ અને ‘સિટીલાઈટ’, ‘નાનુ કી જાનુ’ જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પત્રલેખાના પિતા અજીત પૉલનું અવસાન થયું છે. એક્ટ્રેસે સો.મીડિયા પર પિતાનો હાર ચઢાવેલો ફોટો પોસ્ટ કરીને ઈમોશનલ પોસ્ટ લખી છે. જાે કે, પોસ્ટમાં પિતાના અવસાનનું કારણ કહ્યું નથી.

પિતા માટે ઈમોશનલ પોસ્ટમાં લખ્યું, ‘હું ગુસ્સે છું. હું દુઃખી છું. મારી પાસે શબ્દો પૂરા થઇ ગયા છે, આ દુઃખ મને તોડી રહ્યું છે. તમે કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા. આઈ લવ યુ. અમે હંમેશાં તમારો ભાગ રહ્યા અને તમે અમારામાં હંમેશાં જીવતા રહેશો. મને આશા છે કે મેં તમને ગર્વ અનુભવ કરાવ્યો છે. અમને સુંદર જિંદગી આપવા માટે આભાર. તમે અમને સારી જિંદગી આપવા માટે ઘણી મહેનત કરી. તમે સૌથી સારા પિતા અને પતિ હતા. તમે અમને પ્રેમ કર્યો. તમારા બધા મિત્રો મને કહી રહ્યા છે કે, તમે સારા મિત્ર, ફિલોસોફર અને માર્ગદર્શક હતા. સી યુ પપ્પા. આઈ લવ યુ.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/