fbpx
બોલિવૂડ

અભિનેત્રી શિલ્પા શિંદે ટીવી સિરિયલ બાદ બોલિવૂડમાં કરશે એન્ટ્રી

‘ભાભી જી ઘર પર હૈ’ ની જૂની ‘ભાભી જી’ શિલ્પા શિંદે ટૂંક સમયમાં જ ટીવી પછી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. બિગ બોસ ૧૧ પછી બોલિવૂડમાં જાેરદાર ચર્ચા જગાવનારી શિલ્પા શિંદે બોલિવૂડમાં લોકોના દિલ ધડકાવવા આવી રહી છે. ટીવી કોમેડી શો ગેંગ્સ ઓફ ફિલ્મસ્તાનમાં સુનીલ ગ્રોવર સાથે થોડા દિવસો દેખાયા પછી ગુમ થઈ ગઈ હતી.

શિલ્પા શિંદે હવે બોલિવૂડમાં પોતાના નામના પરચમ લહેરાવવા જઇ રહી છે. શિલ્પા શિંદે ટૂંક સમયમાં ફેમિલી ડ્રામા ફિલ્મ બુંદી રાયતામાં જાેવા મળશે. શિલ્પા શિંદે આ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ સાદુ છે અને તે રવિ કિશન સાથે રોમાંસ કરતી જાેવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પણ દહેરાદૂનમાં શરૂ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ વિશે કહેવામાં આવે છે કે તે એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મના ઘણા બધા પાત્રો સાથે કહાની આગળ વધે છે. ફિલ્મમાં શિલ્પા હિમાંશ કોહલીની મોટી બહેનની ભૂમિકામાં તેમનો સાથ આપતી નજરે પડશે. કમલ ચંદ્રા આ ફિલ્મ બુંદી રાયતાનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મ બુંદી રાયતામાં શિલ્પા શિંદે સાથે, બંગાળી ફિલ્મ અભિનેત્રી દર્શના બણિક પણ જાેવા મળશે. શિલ્પા શિંદેની આ ફિલ્મમાં હિમાંશ કોહલી, સોનાલી સહગલ, નીરજ સૂદ, અલ્કા અમીન અને રાજેશ શર્મા પણ જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/