fbpx
બોલિવૂડ

સિદ્ધાર્થ રોય કપૂર અને અજય દેવગણ ‘ગોબર’ ફિલ્મ બનાવશે

કોરોના કફ્ર્યુને લીધે ભલે ફિલ્મોનું શૂટિંગ બંધ થઇ ગયું હોય, પણ નવી ફિલ્મનું અનાઉન્સમેન્ટ તો ચાલુ જ છે. સિદ્ધાર્થ રોય કપૂર અને અજય દેવગણ ‘ગોબર’ નામની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી ડ્રામા ઝોનરની ફિલ્મ છે. વર્ષોથી એડ ફિલ્મો બનાવવામાં સક્રિય સબલ શેખાવત ડિરેક્ટ કરશે. સબલે આ ફિલ્મ સમ્ભીત મિશ્રા સાથે મળીને લખી છે.
ફિલ્મની સ્ટોરી ૯૦ના દાયકામાં સેટ છે. આ એક સટાયરિકલ ઝોનરની ફિલ્મ છે. હિન્દી હાર્ટલેન્ડની એક વેટરનરી ડૉક્ટરને લાવારિસ પ્રાણીઓથી ઘણો પ્રેમ હોય છે. પ્રાણીઓ માટે તે કંઇક કરવા માગે છે. પરંતુ તેના રસ્તામાં એક લોકલ હોસ્પિટલમાં કાર્યરત ભ્રષ્ટ અધિકારી આવે છે. તેવામાં તે ડૉક્ટર પ્રાણીઓને તેમનો હક કેવી રીતે અપાવે છે, ફિલ્મ તેની જર્ની વિશે છે.


ડિરેક્ટર અને રાઈટર સબલ શેખાવતે કહ્યું, ગોબર એક એવી ફિલ્મ છે, જે દર્શકોને ૯૦ના દાયકાના આકર્ષક દિવસો અને નાના શહેરમાં રહેતા લોકોને સરળ જીવનની ઝલક કરાવશે. મેં સાચી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્ટોરી લખી છે. હું અજય અને સિદ્ધાર્થનો આભારી છું અને ખુશ છું. બંને પ્રોડક્શન હાઉસે સારી ફિલ્મ કરી છે અને મને આશા છે મારું નિર્દેશન પણ તેટલું જ સારું રહેશે. ડિરેક્ટર તરીકે કામ કરીને ઘણો ખુશ છું.


પ્રોડ્યુસર અજય દેવગણે કહ્યું, ગોબરની સ્ટોરી એકદમ અલગ, અદભૂત અને મનોરંજન પૂરું પાડનારી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ ફિલ્મ દર્શકોને થિયેટર તરફ આકર્ષિત કરશે. અમે ઈચ્છીએ છીએ દર્શકો હશે, આર્મ કરે, થોડું વિચારે અને સાથે આનંદ પણ માણે.
પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું, આ એક સામાન્ય માણસની અસાધારણ વીરતાની સ્ટોરી છે. તે ભ્રષ્ટાચારનો સામનો કરે છે અને સંદેશ પહોંચાડે છે કે સામાન્ય માણસ પણ શક્તિશાળી હોય છે. આ સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે અને ભ્રષ્ટાચારની અંદરની દુનિયાનો ખુલાસો કરે છે. હું અજય અને તેની પ્રોડક્શન ટીમ સાથે કામ કરવા માટે ઘણો ઉત્સુક છું. કારણકે તેઓ આ ફિલ્મમાં જીવ રેડી દેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/