fbpx
બોલિવૂડ

એક્ટર રામ કપૂરના પિતા અનિલ કપૂરનું કેન્સરના લીધે થયું નિધન

કેન્સરને લીધે ટીવી એક્ટર રામ કપૂરના પિતા અનિલ કપૂરનું અવસાન થયું. આ જાણકારી રામ કપૂરે સો.મીડિયા પર શેર કરી હતી. તેણે અમૂલનું ટ્રિબ્યુટ શેર કર્યું છે. તેમાં બિલી એટલે કે અનિલ કપૂરની સાથે અમૂલ ગર્લ બેઠેલી છે. આ પોસ્ટર પર લખ્યું, તમે હંમેશાં અમારી ફેમિલીમાં સામેલ રહેશો. અમૂલ કંપનીને અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટેગ લાઈન બિલીએ આપી હતી.


રામે અમૂલનું આ ટ્રિબ્યુટ શેર કરીને લખ્યું, અમૂલે પિતાને આપેલી શ્રદ્ધાંજલિ જાેઇને હું સાચે નિરુત્તર છું. તમે એક લીજેન્ડ હતા ડેડ. હું તમને મિસ કરી રહ્યો છું. તમારી આત્માને શાંતિ મળે. રામની પત્ની ગૌતમીએ લખ્યું-ડેડ, તમે હંમેશાં અમારા દિલમાં રહેશો. તમારી આત્માને શાંતિ મળે. તમારા જેટલા મજબૂત મેં કોઈને જાેયા નથી. લવ યુ.


૭૪ વર્ષીય અનિલ કપૂરને વિજ્ઞાપન જગતમાં બિલીનાં નામથી ઓળખવામાં આવતા હતા. તેઓ જાહેરાત કંપની હ્લઝ્રમ્ ઉલ્કામાં ચેરમેન હતા. ઘણી યાદગાર જાહેરાત પાછળ તેમનું નામ હતું. તેમાંથી એક ટેગલાઈન ‘અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ છે. અનિલ કપૂર ઝ્રઈર્ં હતા ત્યારે અમૂલ હ્લઝ્રમ્ ઉલ્કાની ક્લાયન્ટ હતી.

Follow Me:

Related Posts