fbpx
બોલિવૂડ

અભિનેતા મનોજ વાજપેઈની ‘ધ ફેમિલી મેન ૨’નું ટ્રેલર થયું રિલીઝ

મનોજ વાજપેઈની ‘ધ ફેમિલી મેન ૨’નું ટ્રેલર અંતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી ચાહકો આ સિરીઝની રાહ જાેતા હતા. આ સિરીઝ ચાર જૂનના રોજ સ્ટ્રીમ થશે. નવી સિઝનના પ્રોડ્યૂસર રાજ અને ડીકે છે.

ટ્રેલરમાં ‘ફેમિલી મેન’ એટલે કે શ્રીકાંત તિવારી (મનોજ વાજપેઈ)ને વધુ તાકતવર તથા ક્રૂર દુશ્મન રાજીનો સામનો કરવો પડે. આ માત્ર સામંથા અક્કિનેનીએ પ્લે કર્યો છે. શ્રીકાંત મધ્યમ વર્ગીય ફેમિલી મેન તથા વર્લ્ડ ક્લાસ જાસૂસના પોતાના ડબલ પાત્રની વચ્ચે ઝઝૂમતો જાેવા મળશે.

નવી સિઝનમાં પણ શ્રીકાંત દેશમાં કોઈ અપ્રિય ઘટના બનવાની છે અને તે દેશને બચાવતો જાેવા મળશે. શોમાં જબરજસ્ત ટર્ન એન્ડ ટિ્‌વસ્ટ છે. સામંથાનો રોલ દમદાર છે અને તે એક્શન કરતી જાેવા મળી છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોમાં ઈન્ડિયા ઓરિજિન્સના હેડ અર્પણાએ કહ્યું હતું, ‘અમારા શોના પાત્રો ઘેર-ઘેર જાણીતા બન્યા, તે અમારા માટે સૌથી મોટું ઈનામ છે. શ્રીકાંતને દર્શકોએ જેટલા પ્રેમથી વધાવ્યો તેનાથી અમારો વિશ્વાસ મજબૂત બન્યો કે અમે હજી સારી સારી વાર્તાઓ લઈને દર્શકો માટે આવીશું.’
‘આ સિઝનમાં દર્શકોને વધુ એક્શન જાેવા મળશે. દર્શકોને શ્રીકાંત તથા તેના વધુ ખતરનાક દુશ્મનો સાથેની લડાઈ જાેવાની મજા આવશે.’

‘ધ ફેમિલી મેન’નો પહેલો ભાગ ૨૦૧૯માં આવ્યો હતો. શ્રીકાંત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સાથે કામ કરે છે. આ સિરીઝનો બીજાે ભાગ આ વર્ષે ફેબ્રુઆરીમાં આવવાનો હતો. જાેકે, એમેઝોન પ્રાઈમની ‘તાંડવ’ને કારણે વિવાદ થતાં ‘ધ ફેમિલી મેન’ની બીજી સિઝન પોસ્ટપોન કરવામાં આવી હતી. બીજી સિઝનમાં મનોજ વાજપેઈ, સમાંથા ઉપરાંત સીમા બિશ્વાસ, શરદ કેલકર, દર્શન કુમાર, સન્ની હિંદુજા, શાહાબ અલી, શ્રેયા ધન્વંતરિ, મહેક ઠાકુર તથા વેદાંત સિંહા જેવા કલાકારો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/