fbpx
બોલિવૂડ

નુસરત જહાંએ સો.મીડિયામાં શેર કર્યો અતિ બોલ્ડ વીડિયો, કહ્યું- હું ઈચ્છું કે લોકો મારા કપડાં જુએ…

બંગાળી અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં સો.મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અવાર નવાર તે તેના સુંદર ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. હવે નુસરત જહાએ તેના નવા ફોટોશૂટનો વીડિયો શેર કર્યો છે. લોકો તેમના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે. કારણ કે નુસરતે આ વીડિયોમાં પોતાની બોલ્ડ અદા બતાવી છે.

નુસરત જહાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને વિવિધ સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. નુસરત જહાંએ વીડિયો સાથે લખ્યું, ‘હું ઇચ્છું છું કે લોકો ડ્રેસ જાેવે પરંતુ સ્ત્રી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે.’ તેના ચાહકો હવે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યાં છે.

નુસરત ઘણી વખત ધાર્મિક માન્યતાઓને લઈ ટ્રોલિંગનો શિકાર બને છે. દુર્ગાપૂજા સમયે તે સિંદૂર ખેલા રમીને વિવાદમાં આવી હતી. તેમણે દેવી દુર્ગાને સિંદૂર ચઢાવીને મહિલાઓ સાથે રમી પણ હતી. જ્યારે લોકોએ તેને ટ્રોલ કરી ત્યારે નુસરત જહાએ કહ્યું, ‘હું ભગવાનની ખાસ દીકરી છું અને તમામ તહેવારોની ઉજવણી કરું છું. વિવાદ કરે એનાથી મને કોઈ ફર્ન નથી પડતો.
નુસરત મુસ્લિમ છે અને હિન્દુ સાથે લગ્ન કર્યા હોવાના કારણે પણ લોકો તેને ઘણી વાર ટ્રોલ કરે છે. તેણે વર્ષ ૨૦૧૯માં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. નુસરત જહાં અને બિઝનેસમેન નિખિલ જૈન ૨૦૧૮થી એક બીજાને ડેટ કરી રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/