fbpx
બોલિવૂડ

બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રિયાન સ્ટીફનનું થયું નિધન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે વર્ષ ૨૦૨૦ થી શરૂ થયેલ ખરાબ સમય અંત થવાનું નામ નથી લઈ રહ્યો. ૨૦૨૦ અને ૨૦૨૧માં, ઘણા સ્ટાર્સે આ વિશ્વને અલવિદા કહ્યું છે. હવે ઇન્ડસ્ટ્રી માટે એક અન્ય ખરાબ સમાચાર છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક રિયાન સ્ટીફનનું નિધન થયું છે. આ સમાચાર બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રિયાન સ્ટીફન કોરોના પોઝિટિવ બતા, જે બાદ તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

રિયાન સ્ટીફન પણ લાંબા સમયથી કરણ જાેહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ સાથે સંકળાયેલ હતો. ભૂતકાળમાં રિયાન કિયારા અડવાણી સ્ટારર ‘ઇન્દુ કી જવાની’ અને કાજાેલ, નેહા ધૂપિયા અને શ્રુતિ હાસનની શોર્ટ ફિલ્મ ‘દેવી’ ને કારણે ચર્ચામાં હતી. રિયાન સ્ટીફનના મૃત્યુની જાણકારી મનોજ બાજપેયીના ‘ધ ફેમિલી મેન’ ના લેખક અને નિર્માતા સુપર્ણ એસ વર્મા દ્વારા આપવામાં આવી છે.

તેણે એક ટિ્‌વટ કર્યું છે, જેની સાથે તેણે રિયાન સ્ટીફનના મોતની જાણકારી આપી છે. સુપર્ણ લખે છે- ‘જીવન ક્રૂર છે. પણ તમે દાયળું રિયાન હતા. ક્રૂર દુનિયામાં તમારી કરુણા બદલ આભાર. મને આનંદ છે કે અમે કેટલીક વાર્તાઓ પર કામ કર્યું છે, તેમને લખવાનો આનંદ તમારા કારણે હતો. તમે ઘણા લોકોને તમારી પાછળ છોડીને જાઓ છો. ભગવાન તમારુ ભલુ કરે.’

સુપર્ણ એસ વર્માના ટ્‌વીટને ફરીથી રજૂ કરતાં મનોજ બાજપેયીએ પણ રિયાન સ્ટીફનને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતા લખે છે- ‘આ આપણા દરેક માટે ખૂબજ ચોંકાવનારું છે. જે આ કોમળ આત્માને જાણે છે. આ વાસ્તવમાં સત્ય થઇ શકતું નથી. મને તારી યાદ આવશે મારા દોસ્ત રિયાન.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/