fbpx
બોલિવૂડ

અનુપમ ખેર તેની પત્નીની બીમારીને લીધે રંગ બદલી રહ્યા, અભિનેતાએ કહ્યું- આવા લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે

અનુપમ ખેરે એક મહિલા પત્રકારને સો.મીડિયા પર જડબાતોડ જવાબ આપ્યો છે. આ પત્રકારે સો.મીડિયા પર દાવો કર્યો હતો કે, અનુપમ ખેર તેની પત્નીની બીમારીને લીધે રંગ બદલી રહ્યા છે. અનુપમે વળતો જવાબ આપતા કહ્યું, આવા લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ મહિલા કિરણ ખેરની બીમારીને લઈને સંવેદનશીલ જ નહીં પણ આ સ્થિતિનો ઉપ્તોગ કરીને ગમે તેમ બોલી રહી છે. પોતાના દાવાનાં પુરાવા આપ્યા વગર, શરમ આવવી જાેઈએ.

મહિલા પત્રકારે પોસ્ટમાં લખ્યું,અનુપમ ખેર રંગ બદલી રહ્યા છે તેનું કારણ તેની પત્ની કિરણ ખેરની બીમારી છે. એવું લાગે છે કે તેમને(કિરણ ખેરને) ચંડીગઢની પોતાની પ્લમ સીટ ખાલી કરાવવા અને કોઈ બીજા માટે જગ્યા કરવાનું કહેવામાં આવ્યું છે.
ચંદીગઢના સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેરની ૨૭ મેના રોજ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં બોન સર્જરી થઈ છે. કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા છે. કેન્સરની સારવાર માટે તેઓ છેલ્લાં પાંચ મહિનાથી મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે મલ્ટીમલ માયલોમા બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. આ બીમારીમાં લોહીમાં વ્હાઈટ બ્લડ સેલ્સમાં કેન્સર પ્લાઝ્‌મા સેલ બોન મેરોમાં જમા થવા લાગે છે અને તંદુરસ્ત સેલ્સને અસર કરે છે.

અનુપમ ખેરે પત્નીની તબિયત અંગે કહ્યું હતું, ‘કિરણની કેન્સરની જંગ મુશ્કેલ છે, પરંતુ તેની હાલત સારી છે. હોલિવૂડ એક્ટર રોબર્ટ ડી નીરોએ પણ પત્નીની તબિયત અંગે પૂછ્યું હતું. આ પરિસ્થિતિમાં તે બહુ બહાર જઈ શકે તેમ નથી અને મિત્રોને મળી શકે તેમ નથી. જાેકે, સારી વાત એ છે કે તે રિકવરી મોડ પર છે. તે હકારાત્મક રીતે વિચારે છે. જાેકે, કિમોથેરપીની અસર તેમની પર વિવિધ રીતે થાય છે. અમે અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ અને તે પણ પ્રયાસ કરે છે. આટલી મુશ્કેલ સારવાર માટે મનની સ્થિતિને સ્ટ્રોંગ બનાવવી પડે છે.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/