કૌન બનેગા કરોડપતિ ૧૩ઃ ઓગસ્ટમાં શોનો પહેલો એપિસોડ થશે ટેલિકાસ્ટ
પોપ્યુલર રિયાલિટી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ટૂંક સમયમાં પોતાની સિઝન ૧૩નીસાથે નાનાં પડદે જાેવા મળશે. એક વખત ફરીથી આ શોને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરતા જાેવા મળશે. આ સિઝનનો પહેલો એપિસોડ ઓગસ્ટ ૨૦૨૧માં ટેલિકાસ્ટ થશે.
શોની રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. શોના કન્ટેસ્ટન્ટ જેમને રજિસ્ટ્રેશન માટે સાચા જવાબ આપ્યા, તેમને હવે અમુક રિઝર્વેશન ક્રાઇટેરિયાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ટીમ મેમ્બર્સ હવે તેમના આગામી સ્ટેપ પર ફોકસ કરી રહ્યા છે જેમ કે એન્ટ્રી માટે ઈન્ટરવ્યુ, લુક ટેસ્ટ વગેરે. તે ઉપરાંત શોના કેમ્પેઈનની તૈયારી પણ ચાલી રહી છે. ગત સિઝનની જેમ આ સિઝનનમાં પણ અમિતાભ બચ્ચન પોતાના ઘરે જ કેમ્પેન શૂટિંગ કરશે જેને નિતેશ તિવારી ડાયરેક્ટ કરશે. શરૂઆતના પ્લાન પ્રમાણે, મેકર્સ તેને ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં લોન્ચ કરવા માગે છે.
‘દ્ભમ્ઝ્ર ૧૩’ના ફોર્મેટની વાત કરીએ તો ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં ઓડિયન્સને વધારે ફેરફાર જાેવા નહીં મળે. કોરોનામહામારીને ધ્યાનમાં રાખીને શોમાં પ્રેક્ષકો નહીં હોય. આ સિઝનમાં પણ ઓડિયન્સ પોલની જગ્યાએ ‘વીડિયો અ ફ્રેન્ડ લાઈફલાઈન’નો ઉપયોગ કરવામાં આવશે. ૧૫ સવાલનો યોગ્ય જવાબ આપ્યા બાદ કન્ટેસ્ટન્ટ ૭ કરોડની રકમ જીતી શકે છે.
‘દ્ભમ્ઝ્ર’ ૨૦ વર્ષ પહેલાં ૨૦૦૦માં લોન્ચ થયો હતો. આ શોએ દર્શનો સાથે તરત કનેક્શન બનાવી લીધું હતું. ત્રીજી સિઝન સિવાય બધી સિઝન અમિતાભ બચ્ચને જ હોસ્ટ કરી છે. આ શોની ્ઇઁ હંમેશાં ટોપ પર રહી છે.
Recent Comments