fbpx
બોલિવૂડ

ઇન્ડિયન આઇડલ ૧૨માં વિવાદને લઇ કુમાર સાનૂએ કહ્યું, હું શું કમેન્ટ કરું?

ઇન્ડિયન આઇડલ ૧૨ શોમાં છેલ્લાં કેટલાંક સમયથી ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. શોમાં થોડાંક સપ્તાહ પહેલાં કિશોર કુમારના દીકરા અમિત કુમાર આવ્યા હતા અને શોને લઇ હવે વિવાદાસ્પદ ખુલાસા કરી રહ્યા છે. અમિતકુમારનું કહેવું છે કે શોના મેકર્સે તેમને કહ્યું હતું કે તેમને કંટેસ્ટન્ટસના ખોટા વખાણ કરવાના હતા.


અમિત કુમાર બાદ શોમાં કુમાર સાનુ, અનુરાધા પોંડવાલ આવ્યા હતા. કુમાર સાનુ એ તમામ કંટેસ્ટેંટસના ખૂબ વખાણ કર્યા હતા ત્યારબાદ આદિત્ય નારાયણે તેમને પૂછયું, શું તેઓ હકીકતમાં તમામના વખાણ કરી રહ્યા છે કે પછી તેમને શોની ટીમે આમ કરવાનું કહ્યું છે. ત્યારે કુમાર કહે છે કે તેઓ દિલથી બધાના વખાણ કરી રહ્યા છે.

હવે કુમાર સાનુએ શોને લઇ ફરી વાત કરી. તેમણે કહ્યું, મને લાગે છે કે જે પણ તેમણે કહ્યું તે તેમનો પર્સનલ વ્યુપોઇન્ટ હતો કારણ કે આવું મારી સાથે થયું નથી. કદાચ તેઓ શોમાં ગયા હતા ત્યારે તેમને સિંગિંગ પસંદ આવ્યું હશે નહીં. કંટેસ્ટેંટ્‌સ જે તેમના પિતાના ગીત ગાઇ રહ્યા હતા તે અમિતજીને પસંદ નહીં આવ્યા હોય. કારણ કે કિશોર દાનું સિગિંગ લેવલ અલગ જ હતું તો તેમના જેવું ગાવું ખૂબ જ મુશ્કેલ છે. મને ખબર નથી કે અમિતજીના એપિસોડમાં શું થયું હતું? આથી એ અંગે હું શું કમેન્ટ કરું.

પોતાનો અનુભવ શેર કરતાં કુમાર સાનૂએ કહ્યું કે અમને કહેવામાં આવ્યું હતું કે કયું કંટેસ્ટેંટ કયું ગીત ગાશે. ત્યારબાદ તેમણે કંટેસ્ટેંટસના પરફોર્મન્સને જજ કરવાનું છે તેમણે સારું ગાયું કે ખરાબ. મને તો બધા બરાબર લાગ્યા. ખબર નહીં કેમ અમિતજી આ શો થી ખુશ નથી. હું તેમની ખૂબ ઇજ્જત કરું છું તો હું તેમની વિરૂદ્ધ કંઇ જ બોલી ના શકું અને સાથો સાથ તેમની વાતમાં હામી પણ ભરી શકું નથી કારણ કે હું સમજું છું કે કંટેસ્ટેંટસે પોતાનું બેસ્ટ આપ્યું હશે.

તાજેતરમાં કુમાર સાનૂએ મોડર્ન હિન્દી મ્યુઝિકની કંડિશનને લઇ પોતાનું રિએકશન આપ્યું હતું. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કુમાર સાનૂએ કહ્યું કે તાજેતરમાં જે પણ મ્યુઝિક બનાવામાં આવી રહ્યા છે તે ઇન્ટરનેશનલ સાઉન્ડસના કોપી પેસ્ટ છે. કુમારે કહ્યું કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝનું બ્રેકિંગ પહેલાં જેવું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/