fbpx
બોલિવૂડ

એક્ટ્રેસ યામી ગૌતમે ડિરેક્ટર આદિત્ય ધર સાથે કર્યાં લગ્ન

૪ જૂને બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ફૅમ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામી તથા આદિત્યે સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરીને ચાહકોને આ અંગે જાણ કરી હતી. આ કપલનાં મહેંદી સેરેમનીનાં ફોટોઝ હાલ સો.મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. પીળા રંગનાં આઉટફિટમાં યામી સુંદર લાગી રહી છે.


યામી તથા આદિત્યે પર્શિયર રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, ‘તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતાં શીખી.’ વધુમાં કહેવામાં આવ્યું હતું, ‘અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.’


૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી’માં આદિત્ય તથા યામી ગૌતમે સાથે કામ કર્યું હતું. આદિત્યે આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી અને યામી આ ફિલ્મમાં એક્ટ્રેસ હતી. આ ફિલ્મમાં લીડ હીરો વિકી કૌશલ હતો. ફિલ્મનો ‘હાઉ ધ જાેશ’ ડાયલોગ ઘણો જ લોકપ્રિય થયો હતો. આ ફિલ્મને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ ઓડિયોગ્રાફી તથા બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.


‘સનમ રે’માં યામી ગૌતમ તથા પુલકિત સમ્રાટે સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. તે સમયે એવું પણ કહેવાતું કે પુલકિતે યામીને કારણે જ ડિવોર્સ લીધા હતા.


યામી ગૌતમે ગયા વર્ષે ચંદીગઢમાં ડુપ્લેક્સ ખરીદ્યું હતું. આ ડુપ્લેક્સ ઉપરાંત, ૨૦૧૬માં યામીએ ૧૦૦ વર્ષ જૂનું એક ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસ ૨૫ એકરમાં ફેલાયેલું છે અને તે હિમાચલ પ્રદેશમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/