fbpx
બોલિવૂડ

પૂજા બેદીએ જૂહી ચાવલાને કર્યો સપોર્ટ હાઈકોર્ટે ૫ય્ ટેક્નોલોજીની અરજીને પબ્લિસિટી સ્ટંટ કહીને નકારી, શું આ યોગ્ય છે?

જૂહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં મોબાઈલ ફોનની ૫ય્ ટેક્નોલોજી અંગે અરજી કરી હતી. જાેકે, હાઈકોર્ટે આ અરજી નકારી કાઢી છે. આ સાથે કોર્ટે ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તાને પોતાને જાણ નથી કે તથ્યોને આધારે અરજી કરવામાં આવી છે. આ પૂરી રીતે કાયદાકીય સલાહ પર આધારિત હતી, જે માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી હતી. કોર્ટના ર્નિણય પછી એક્ટ્રેસ પૂજા બેદીએ જૂહી ચાવલાને સપોર્ટ કર્યો છે.


પૂજા બેદીએ સો.મીડિયા પર એક પોલ ક્રિએટ કરીને લોકોને પ્રશ્નો પૂછ્યા હતા. તેણે લખ્યું, જૂહી ઘણા વર્ષોથી ઈસ્હ્લ અને સેલફોનના ટાવર વિરુદ્ધ પોતાનો અવાજ ઊઠાવી રહી છે. શું તમને લાગે છે કે દિલ્હી હાઈકોર્ટે ૫ય્ ટેક્નોલોજીની અરજીને પબ્લિસિટી સ્ટંટ કહીને નકારી દીધી એ યોગ્ય છે? કોઈ સેલિબ્રિટી કોઈ પણ પબ્લિસિટી સ્ટંટ વગર કોઈ પગલું ના ભરી શકે? પૂજાને આ પોલમાં અત્યાર સુધી ૧૨૯૬ વોટ મળ્યા છે. તેમાં ૫૭% લોકોને હાઈકોર્ટનો ર્નિણય ગમ્યો નથી. બાકીના ૪૩% લોકોએ કોર્ટની સાઈડ લીધી.


પૂજાની આ પોસ્ટ પછી ઘણા યુઝર્સે તેની સાઈડ લીધી છે. એક યુઝરે લખ્યું, કોર્ટના આવા ર્નિણય પછી હવે ભવિષ્યમાં કોઈ પણ બોલિવૂડ સેલિબ્રિટી સાર્વજનિક ચિંતા વિશે બોલ્યા પહેલાં ૧૦ વખત વિચારશે. ઘણીવાર લોકો કહે છે કે સેલેબ્સ સમાજ અને રાષ્ટ્ર માટે આગળ આવતા નથી પણ હું આ પહેલના વખાણ કરું છું, ભલે ગમે તે થઈ જાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/