fbpx
બોલિવૂડ

૫ય્ મામલે દિલ્હી હાઈકોર્ટમાં જૂહી ચાવલાની અરજી રદ્દ, કોર્ટે ૨૦ લાખનો દંડ ફટકાર્યો

૫ય્ પર પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં જૂહી ચાવલાની અરજી રદ્દ કરી દેવામાં આવી હતી અને કોર્ટે તેને ૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો. ત્યારે તો જૂહીએ કંઈ જ કહ્યું નહોતું. હવે એક્ટ્રેસે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે.

વીડિયોમાં જૂહીએ કહ્યું હતું, છેલ્લાં થોડાં દિવસમાં એટલો બધો અવાજ હતો કે હું મારો અવાજ સાંભળી શકું તેમ નહોતી, જેમાં મહત્ત્પૂર્ણ સંદેશો ગુમ થઈ ગયો. તે એ હતો કે અમે ૫ય્ની વિરુદ્ધમાં નહોતા. અમે તેનું સ્વાગત કરીએ છે, તમે પ્લીઝ જરૂર લાવો. અમે પૂછી રહ્યાં છીએ કે જે અથોરિટી છે, તે એ સર્ટિફાઈ કરી દે કે આપણે સલમાત છીએ. અમે માત્ર એટલું જ કહીએ છીએ કે અમારો જે ડર છે, તેને દૂર કરો. અમે બધા આરામથી જઈને સૂઈ જઈશું. કહી દો કે બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, પ્રકૃતિ માટે આ સલામત છે. અમે બસ આટલું જ પૂછીએ છીએ.

જૂહી ચાવલાએ ગયા મહિને ૫ય્ ટેક્નોલોજી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી રદ્દ કરીને કહ્યું હતું કે આ અરજી કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે અને એવું લાગે છે કે આ માત્રને માત્ર પબ્લિસિટી માટે કેસ કરવામાં આવ્યો છે. કોર્ટે જૂહીને ૨૦ લાખનો દંડ ફટકાર્યો છે. આ પહેલાં સુનાવણી દરમિયાન એક વ્યક્તિ જૂહી ચાવલાના ગીતો ગાતો હતો.

જૂહી ચાવલાએ કહ્યું, ‘આપણને એડવાન્સ ટેક્નોલોજીથી કોઈ વાંધો નથી. સારી ટેક્નોલોજીથી આપણે લેટેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને એન્જાેય કરીએ છીએ. વાયરલેસના ફિલ્ડમાં પણ એવું જ છે. અમે પોતાના પર રિસર્ચ કર્યું, ઇહ્લ રેડિયેશન, વાયરલેસ ગેજેટ અને નેટવર્ક સેલ ટાવરની અસર જાણી ત્યારે અમને ચિંતા થઈ. કારણ કે આ રેડિયેશન લોકો માટે ખૂબ નુકસાનકારક છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/