fbpx
બોલિવૂડ

સોનુ સુદને મળવા તેમનો ફેન વેંકટેશ હૈદરાબાદથી ખુલ્લા પગે ચાલતો મુંબઈ પહોંચ્યો

અભિનેતાએ તમામ ફેનને વિંનતી કરી, આવી મુશ્કેલી ન ઉઠાવો

કોરોના કાળમાં લોકો માટે મસીહા બનેલો અભિનેતા સોનુ સુદને મળવા લોકો દુર દુરથી આવે છે.સોનુ સુદે હાલમાં જ તેમના એક ફેનનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે જણાવ્યું કે, તેમનો ફેન વેંકટેશ પગપાળા હૈદરાબાદ થી મુંબઈ તેમને મળવા પહોંચ્યો છે સાથે જ અભિનેતાએ તેમના તમામ ફેનને વિંનતી કરી કે, આવી મુશ્કેલી ન ઉઠાવો

સો.મીડિયા પર સોનુ સુદે તેમના એક ફેન સાથનો ફોટો શેર કર્યો છે અભિનેતાએ કહ્યું, તેમનો ફેન પગપાળા હૈદરાબાદથી મુંબઈ તેમને મળવા માટે પહોચ્યો છે. સોનુ સુદે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે તેમના ફેનની સાથે પોઝ આપતા જાેવા મળી રહ્યા છે. આ ફોટોમાં તેમના ફેન તેમના ફેવરીટ હીરોનું પોસ્ટર હાથમાં લઈ ખુશ જાેવા મળી રહ્યો છે. આ પોસ્ટર બોર્ડ પર લખ્યું હૈદરાબાદ થી મુંબઈ

પોતાના ફેનની સાથે પોતાનો એક ફોટો શેર કરતા સોનુ સૂદે કહ્યું, વેંકટેશ મને મળવા માટે આ છોકરો ખુલ્લા પગે હૈદરાબાદથી મુંબઈ આવ્યો છે. જાે કે તેમને મુંબઈ પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. વેંકટેશ ખરેખર પ્રેરણાદાયક છે અને હું તેમનો આભારી છું.
આ સાથે અભિનેતાએ તેમના ચાહક વર્ગને રિક્વેસ્ટ કરતા કહ્યું, પ્લીઝ હું કોઈને પણ આવી મુશકેલી ઉઠાવવા ઉત્સાહિત કરતો નથી હું તમામ લોકોને ખુબ પ્રેમ કરું છું.

સોનુ સુદ ગત્ત વર્ષ કોરોનાકાળમાં લૉકડાઉન થયા બાદ સતત લોકોની મદદ કરી રહ્યો છે. લોકોને કોરોનાથી બચાવવાના હોય કે પછી નોકરીની વ્યવસ્થા કરવાની હોય સોનુ સુદ બનતી મદદ લોકોને કરી રહ્યા છે, સોનુ સુદ સો.મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.

સોનુ સુદ ૧૬થી વધુ રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, હોસ્પિટલ નજીક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાથી ઈમરજન્સી દરમિયાન લોકોને ઓક્સિજનની અછતનો સામનો કરવો ન પડે. કેટલીક વખતે દર્દીઓને હોસ્પિટલ પહોંચવા માટે લાંબી સફર કરવી પડે છે અને કેટલાક કિસ્સામાં દર્દીઓ પોતાનો જીવ ગુમાવો પડે છે. મને આશા છે કે, આવી પરિસ્થિતિમાં ક્યારે પણ ઉભી ન થાય,સોનુ સુદ આગામી ફિલ્મ પૃથ્વીરાજમાં અભિનેતા અક્ષય કુમાર સાથે જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/