રાજ કુંદ્રાની પહેલી પત્નીના નણદોઇ સાથેનાઆડા સંબંધ બાદ શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પુસ્તકનો ફોટો કર્યો શેર
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા આજકાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં જ રાજે તેની પૂર્વ પત્ની કવિતા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
રાજ કુન્દ્રાએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું, શિલ્પા તેના પહેલા લગ્ન તૂટી જવા પાછળનું કારણ ક્યારેય નહોતું. રાજને કહ્યું, તેની પૂર્વ પત્નીએ તેની સાથે છેતરપિંડી કરી હતી, કવિતાને તેની બહેનના પૂર્વ પતિ સાથે અફેર હતું, જેના કારણે લગ્નજીવન તૂટી પડ્યું હતું.
આ દરમિયાન શિલ્પા શેટ્ટીની એક પોસ્ટ ચર્ચામાં છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પુસ્તકનો ફોટો શેર કર્યો છે. જેમાં ‘શેર્ડ સફરિંગ’ પેજ જાેવા મળી રહ્યું છે. જેમાં લખ્યું છે કે, ‘સારાપણું એકલતામાં અસ્તિત્વમાં નથી.સારાપણાનું પ્રત્યેક કાર્ય વધારે સારામાં યોગદાન આપે છે. આજ રીતે જ્યારે આપણે કંઇક સારું કામ કરવામાં મોડું કરીએ તો આપણે દરેકે ભોગવવું પડે છે.
તેમાં લખ્યું છે, ‘કેટલીક વાર આપણે સારા લોકો સાથે ખરાબ કાર્યો કરવામાં આવે છે તે જાેતા અથવા સાંભળીએ છીએ અને આપણે કંઇ પણ કરતા નથી કારણ કે તે ખૂબ દૂર લાગે છે અથવા આપણાથી અલગ લાગે છે. વિશ્વમાં ક્યાંય પણ જ્યારે કોઈ સારા વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવે છે, ઘાયલ કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે, જેલમાં ધકેલી દેવામાં આવે છે, યાતના આપવામાં આવે છે અથવા મારવામાં આવે છે, ત્યારે આપણે બધા થોડા સંવેદનશીલ બની જઈએ છીએ. ‘ શિલ્પાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવી અટકળો છે કે તે પતિ રાજ દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ તરફ ઇશારો કરી રહી છે.
શિલ્પા શેટ્ટી પર રાજ કુન્દ્રાની પહેલી પત્ની કવિતા કુંદ્રાએ તેમના લગ્ન તોડવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ રાજે સ્પષ્ટ કર્યું કે શિલ્પા આમાં સામેલ નથી. તે સમયે બંને એકબીજાને જાણતા પણ નહોતા. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૦૯ માં ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. રાજનું શિલ્પા સાથેના બીજા લગ્ન હતા.
આ અગાઉ રાજ કુંદ્રાએ વર્ષ ૨૦૦૩ માં મોડેલ કવિતા કુંદ્રા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ તેમના લગ્ન ફક્ત ૩ વર્ષ સુધી ચાલ્યાં હતાં અને વર્ષ ૨૦૦૬ માં બંનેનાં છૂટાછેડા થઈ ગયાં હતાં. છૂટાછેડા પછી, રાજ અને શિલ્પા નજીક આવ્યા અને બંનેએ ૨૨ નવેમ્બર, ૨૦૦૯ ના રોજ સાત ફેરા લીધા.આ દરમિયાનમાં આ બંનેના લગ્ન બાદ રાજની પૂર્વ પત્ની કવિતા મીડિયા સમક્ષ આવી હતી અને શિલ્પા પર ઘણા આક્ષેપો કર્યા હતા અને એમ પણ કહ્યું હતું કે શિલ્પાને કારણે જ તેમના લગ્ન તૂટી ગયા છે.
Recent Comments