fbpx
બોલિવૂડ

સુશાંતની પહેલી પુણ્યતિથિ. બહેનોએ પૂજા હવન કરી ભાઈની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી, મીતૂ સિંહે ઈંસ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી

દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો બધાને યાદ જ હશે. આ અભિનેતાના મોતને એક વર્ષ કરતા પણ વધારે સમય થઈ ચૂક્યો છે. સુશાંતસિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિ પર પરિવાર, મિત્રો, સેલિબ્રિટિઓ સહિત દરેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો સાથે સાથે ફરી એક વખત આ ઘટના યાદ કરીને પરિવારના સભ્યો સહિત તમામ ચાહકો અને મિત્રો ભાવુક થઈ ગયા હતા. સુશાંતની બહેનોએ ભાઈની પહેલી પુણ્યતિથિ પર પૂજા હવન કરી તેની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. સુશાંતને ન્યાય અપાવવા માટે તેની બહેનોએ દિવસ રાત એક કરી હતી. પરંતુ તેમ છતા આજ સુધી અભિનેતાને ન્યાય મળી શક્યો નથી. સુશાંતની બહેન મીતૂ સિંહે ઈંસ્ટાગ્રામ પર પૂજાનો એક ફોટો શેર કરી સાથે એક ખુબ જ ભાવુક પોસ્ટ શેર કરી હતી.

મીતૂસિંહે લખ્યું, મારી શાન, અમારી શાન છેલ્લા કેટલાક દિવસથી હું ખુબ જ નિરાશ છું. ગયા વર્ષની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાએ આપણને દરેક વ્યક્તિને એટલો આઘાત આપ્યો છે કે આજે પણ સામાન્ય જીવન નથી જીવી શકતા. કેટલાક લોકોએ તમારો ઉપયોગ કર્યો. કેટલાક લોકો હજુ પણ ફાયદો ઉઠાવી શકે છે. કેટલાક પ્રેમનું નામ આપી રહ્યા છે. જે ચિંતા કરી રહ્યા છે તેમના પાછળ પણ સ્વાર્થ છે. જાે સાચે જ તમારી નજીક તમારી ચિંતા કરવાવાળા હોત તો આજે સ્થિતિ કંઈક અલગ જ હોત.
મીતૂસિંહે લખ્યું, મને દરરોજ દુઃખ થાય છે. કદાચ હું કંઈ કરી શકતી હોત. તમામ મુશ્કેલીઓ પછી પણ જ્યારે પોતાના માટે કંઈ ઈચ્છીએ છીએ તો તમે હંમેશા કહો છો તમે કેવી રીતે કંઈ પણ કરી લો છો રૂબી દી. કદાચ એ શબ્દો સાચા થઈ જાય. કારણ કે હું તમને પાછો મેળવવા માંગુ છું મારા ભાઈ. પરંતુ મને ખ્યાલ છે કે કેટલીય પૂજા કરી લઉં તમે પરત આવવાના નથી. તમારા વગર કંઈપણ સારૂ નથી લાગતું. મારા સામે જે કંઈપણ આવે છે તમારી યાદ અપાવે છે. ક્યારેક ક્યારેક પોતાના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ જાય છે. પંરતુ હું મારી માંને દુઃખી નહીં થવા દઉં. હું એક જ કારણે જીવવાની કોશીશ કરીશ. જાન હું જણાવવા માંગુ છું કે તમે હંમેશા અમારા દિલમાં રહેશો અને તમને ન્યાય અપાવવાના બનતા તમામ પ્રયત્નો કરીશું

Follow Me:

Related Posts