fbpx
બોલિવૂડ

સ્મૃતિ ઈરાની એકદમ ફીટ જાેવા મળી, મનીષ પોલે મુલાકાતની તસવીર કરી શૅર

ટીવી હોસ્ટ મનીષ પોલ હાલમાં જ એક્ટ્રેસ તથા મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને તેમના ઘરે મળવા ગયા હતો. મનીષે બુધવાર, ૧૬ જૂનના રોજ આ મુલાકાતની તસવીર શૅર કરી હતી. આટલું જ નહીં મનીષે મજાકમાં કહ્યું હતું કે સ્મૃતિ ઈરાનીએ ચાને બદલા ઉકાળો પીવા આપ્યો હતો. તસવીરમાં સ્મૃતિ ઈરાની એકદમ જ ફિટ જાેવા મળે છે.

તસવીરમાં સ્મૃતિ બ્રાઉન રંગના સલવાર કમિઝમાં તથા મનીષ બ્લેક ટી શર્ટ તથા ડેનિમમાં જાેવા મળે છે. મનીષે સો.મીડિયામાં તસવીરો પોસ્ટ કરીને કહ્યું હતું, ‘સ્મૃતિમેમ એક કપ ઉકાળા માટે આભાર. શું સમય આવી ગયો છે. ચાને બદલે હવે બધા ઉકાળો પીવા લાગ્યા છે. જાેકે, તમારો આભાર. તસવીર ક્લિક કરવા માટે જ માસ્ક કાઢ્યો હતો. તમામને પ્રેમ.’ સ્મૃતિએ આ પોસ્ટ રી-પોસ્ટ કરીને કહ્યું હતું, ‘ઉકાળા યુક્ત, ચિંતા મુક્ત.’
મનીષ પોલે જે તસવીરો શૅર કરી છે, તેને ધ્યાનથી જાેવામાં આવે તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું વજન ખાસ્સું ઘટેલું જાેવા મળે છે. સ્મૃતિ એકદમ ફિટ લાગે છે. તેમનું બૉડી ટ્રાન્ફોર્મેશન જાેઈને ચાહકોને પણ નવાઈ લાગી હતી.

સ્મૃતિ ઈરાનીને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કોરોના થયો હતો. સ્મૃતિએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. સ્મૃતિએ કહ્યું હતું, ‘આવું મારી સાથે ભાગ્યે જ થાય છે, જ્યારે મારે કોઈ વાત કહેવી છે અને મને શબ્દો મળતા નથી. હું સાવ સરળ રીતે કહું છું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને મારા સંપર્કમાં આવેલા તમામ લોકો શક્ય તેટલી જલ્દી રિપોર્ટ કરાવે.’

૨૦૧૭માં સ્મૃતિ ઈરાનીએ સો.મીડિયામાં બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં કિટો ચિકન લખ્યું હતું અને બીજી તસવીરમાં ડોનટ્‌સ હતા અને તેના પર લખવામાં આવ્યું હતું કે આજના દિવસની ખાંડ પૂરી. આ તસવીર પરથી એવી ચર્ચા થતી હતી કે સ્મૃતિ ઈરાની કિટો ડાયટ કરે છે. નોંધનીય છે કે કિટો ડાયટમાં વ્યક્તિએ હાઈ ફેટ તથા લૉ-કાર્બ લેવાના હોય છે. કિટો ડાયટમાં ચીઝ, ક્રીમ, બટર તથા ઘી લેવાનું હોય છે.
સ્મૃતિ લગભગ દર મહિને અમેઠીની જનતાને મળવા પહોંચે છે. કોઈ કોઈ વખતે મહિનામાં બે ટ્રિપ પણ કરે છે.

Follow Me:

Related Posts