fbpx
બોલિવૂડ

મોડલ તથા એક્ટર મિલિંદ સોમને માત્ર ૬૦ સેકન્ડમાં ૪૦ પુશ અપ્સ કર્યાં, વીડિયો કર્યો શૅર

મોડલ તથા એક્ટર મિલિંદ સોમન અવારનવાર પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. તે ક્યારેક પોતાના લુકને લઈ તો ક્યારેક ફિટનેસ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ મિલિંદ સોમને એક વીડિયો શૅર કર્યો હતો.

૫૫ વર્ષીય મિલિંદે એક મિનિટમાં ૪૦ પુશ અપ્સ કર્યાં હતાં. ચાહકો પણ આ જાેઈને નવાઈમાં મૂકાઈ ગયા હતા. મિલિંદે સો.મીડિયામાં બે તસવીરો શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે શર્ટલેસ અવતારમાં જાેવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં મિલિંદે વીડિયો શૅર કર્યો છે અને તે પુશ અપ્સ કરે છે. આ પોસ્ટ શૅર કરીને મિલિંદે પાવરફુલ કેપ્શન પણ આપ્યું છે. મિલિંદે કહ્યું, ‘બેઝિક્સ ક્યારેય ના ભૂલો. હું એમ પણ કહું છું કે જ્યારે આખા દિવસમાં મારી પાસે વર્કઆઉટ માટે સમય ના હોય તો પણ હું થોડીક મિનિટ તો કાઢી જ લઉં છું. મોટાભાગે હું જાેતો હોઉં છું કે ૬૦ સેકન્ડમાં કેટલા થયા. ટાઈમ, સ્પેસ, ઈક્વિપમેન્ટનું કોઈ બહાનું હોતું નથી. પોતાના બૉડી વેટને મૂવ કરવું પૂરતું છે. બસ એક મિનિટમાં પુશ અપ્સની સંખ્યા વધારવાનો પ્રયાસ કરું છું. શરૂઆત કરવા માટે આ સારું લક્ષ્ય્‌ છે અને પૂરું કરવા માટે ઉત્તમ.’

થોડાં મહિના પહેલાં મિલિંદને કોરોનો થયો હતો. કોરોના નેગેટિવ આવ્યા બાદ મિલિંદ પહેલી જ વાર પાંચ કિમી દોડ્યો હતો. મિલિંદે કહ્યું હતું, ‘આરામદાયક રનિંગ કર્યું, તે પણ ૫ કિમી, ૪૦ મિનિટમાં. બહુ જ સારું ફીલ થાય છે. રસ્તા પર પાછા ફરીને શાંતિ મળી છે. કોવિડ ૧૯ પછી તથા લાંબા કોવિડની વાર્તાઓ સંભળાવી રહ્યો છું. શરૂઆતમાં ધીમે ધીમે ચાલવા માગું છું. ૧૦ દિવસમાં ફેફસાંના ઈન્ફેક્શન તથા બ્લડ ક્લૉટ અંગે તપાસ કરાવો.’
મિલિંદ સોમણે ઉકાળાની રીત શૅર કરતાં કહ્યું હતું, ‘ધાણા, મેથીના દાણા, મરી, તુલસી. આદુ તથા ગોળ. આનો ઉકાળો હું પીતો હતો.’
મિલિંદ સોમણે પોતાનાથી ઉંમરમાં ૨૬ વર્ષ નાની અંકિતા સાથે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતા. અંકિતા પહેલાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી. ૨૦૦૬માં મિલિંદે ફ્રેન્ચ એક્ટ્રેસ મેલેન જેમ્પાનોઈ સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ ૨૦૦૯માં ડિવોર્સ થયા પછી મિલિંદે લાંબા સમય સુધી એક્ટ્રેસ શહાણા ગોસ્વામીને ડેટ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/