fbpx
બોલિવૂડ

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ‘થલાઈવી’ના તમિલ વર્ઝનને ‘યુ’ સર્ટિફિકેટ મળ્યું



એક્ટ્રેસ કંગના રનૌતની અપકમિંગ ‘થલાઈવી’ના તમિલ વર્ઝનને કટ કર્યા વગર ‘યુ’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. મેકર્સ હવે ટૂંક સમયમાં જ હિન્દી અને તેલુગુ વર્ઝનના સર્ટિફિકેટ માટે અરજી કરશે. કંગના આ ફિલ્મમાં અભિનેત્રી અને તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મમાં જયલલિતાનો ફિલ્મથી લઈને રાજનીતિ સુધીની સફર બતાવવામાં આવી છે. જયલલિતા જેવું દેખાવા માટે કંગનાએ વજન પણ વધાર્યું હતું. ફિલ્મનાં ડિરેક્ટર એ. એલ. વિજય છે, જેઓ અનેક તમિલ અને તેલુગુ ફિલ્મોના ભાગ રહી ચૂક્યા છે.


ફિલ્મ ‘થલાઈવી’ ૨૩ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હતી. રિલીઝમાં વિલંબની જાહેરાત કરતા ‘થલાઈવી’ના મેકર્સે એક સ્ટેટમેન્ટ શેર કરતા કહ્યું હતું, ફિલ્મ ઘણી ભાષાઓમાં બનાવવામાં આવી છે. તેથી અમે ઈચ્છીએ છે કે આ ફિલ્મ એક જ દિવસમાં તમામ ભાષાઓમાં રિલીઝ થાય. પરંતુ કોરોનાના વધતા કેસોની વચ્ચે સાવચેતી અને લોકડાઉન હોવા છતાં, ભલે અમારી ફિલ્મ ૨૩ એપ્રિલે રિલીઝ માટે તૈયાર હતી, પરંતુ અમે સરકારના નિયમ અને શરતોને સમર્થન આપવા આપવા માગીએ છીએ. તેથી અમે ‘થલાઈવી’ને પોસ્ટપોન કરવાનો ર્નિણય કર્યો છે. પ્રોડક્શન સાથે સંબંધિત એક સૂત્રએ કહ્યું હતું, અમારી યોજના આ વર્ષે ઓગસ્ટમાં અને માત્ર થિયેટરોમાં જ ફિલ્મ રિલીઝ કરવાની છે.

Follow Me:

Related Posts