fbpx
બોલિવૂડ

મનોજ બાજપેયીની ‘ધ ફેમિલી મેન ૨’ની સફળતા બાદ એકટરે સિઝન ૩ માટે ફી વધારીસત્યા, શૂલ, કૌન, અક્સ, રાજનીતિ, ગેંગ ઑફ વાસેપુર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરનાર મનોજ બાજપેયીએ ઘણા વર્ષો બૉલિવુડમાં સ્ટ્રગલ કરતા કરતા વીતાવ્યા. પરંતુ આજે તે બૉલિવુડના શાનદાર અભિનેતાઓમાં ગણાય છે. આજકાલ તે ઓટીટી દ્વારા ફેન્સના દિલો પર રાજ કરી રહ્યા છે. મનોજ બાજપેયીની હાલમાં જ ‘ધ ફેમિલી મેન ૨’ રિલીઝ થઈ જેને ખૂબ જ પસંદ કરવામાં આવી. આ વેબ સીરિઝની સફળતા વચ્ચે સમાચારો આવ્યા કે ‘ધ ફેમિલી મેન સિઝન ૩’ પણ ટૂંક સમયમાં ફેન્સને જાેવા મળશે. સિઝન ૩નો અંદાજ ફેમિલીમેન ૨ના અંતમાં જ આવી જાય છે જ્યાં અરુણાચલ પ્રદેશના અમુક સીન બતાવ્યા હતા.


મનોજ બાજપેયીએ સિઝન ૨ સફળ થયા પછી પોતાની ફી વધારી દીધી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ફેમિલીમેન સિઝન-૨ માટે મનોજ બાજપેયીએ ૮-૧૦ કરોડ રૂપિયા ફી લીધી છે. બૉલિવુડ હંગામાના રિપોર્ટની માનીએ તો સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે મનોજ બાજપેયીએ ‘ધ ફેમિલી મેન ૩’ માટે ૨૦-૨૨ કરોડ રૂપિયા ડિમાન્ડ કર્યા છે. હાલના કરતા ડબલ ફી એક્ટરે માંગી છે.
રાજ એન્ડ ડીકે વેબ ફેમિલી મેનની બંને સિઝન સફળ સાબિત થઈ. હવે મેકર્સે ત્રીજી સિઝન માટે પણ પુષ્ટિ કરી દીધી છે. જલ્દી આની ત્રીજી સિઝન પર કામ શરૂ થઈ જશે.


‘ફેમિલી મેન ૨’માં આ વખતે નવો ચહેરો સામંથા અક્કિનેની જાેવા મળી છે. જેણે શ્રીલંકાઈ તમિલ રેબેલ ફાઈટર રાજીનો રોલ નિભાવ્યો. તે આ ભૂમિકામાં ઘણી જામી અને તેણે જબરદસ્ત એક્શન સીન પણ કર્યા. મનોજ બાજપેયીએ ૮-૧૦ કરોડ જ્યારે સામંથાએ ૩-૪ કરોડ ફી લીધી હતી.


‘ધ ફેમિલી મેન સિઝન ૨’ માત્ર હિટ થઈ એટલુ જ નહિ પરંતુ સો.મીડિયા પર શ્રીકાંત તિવારી, રાજી, સૂચિ સહિત તમામ ભૂમિકા માટે જબરદસ્ત મીમ્સ પણ વાયરલ થયા.


હાલમાં જ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મમેકર ભારતી રાજાએ આ સીરિઝ વિશે સવાલ પણ ઉઠાવ્યા. તેણે આની સ્ટ્રીમિંગ રોકવાની માંગ કરી. વાસ્તવમાં તમિલનાડુમાં રાજીની ભૂમિકા માટે વિરોધ થયો

Follow Me:

Related Posts