fbpx
બોલિવૂડ

શાહરૂખની દીકરી સુહાના ખાન જિમ કરતી જાેવા મળી, ફોટો-વીડિયો શેર કર્યા



શાહરૂખ ખાનની દીકરી સુહાના આજકાલ સો.મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. સુહાના ખાનની ફેન ફોલોવિંગ જાેરદાર છે. બોલિવૂડમાં સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્‌સમાં એક સુહાના પોતાના સો.મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. સુહાના આ સમયે ન્યૂયોર્કમાં છે અને પોતાના ફોટો અને વીડિયો શેર કરીને સો.મીડિયા દ્વારા ચાહકો સાથે જાેડાયેલી રહે છે. હાલમાં સુહાના ખાને ઈંસ્ટાગ્રામ પર જિમ કરતા કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે.


સુહાના ખાને હવે પોતાના સો.મીડિયા એકાઉન્ટ ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં તે જિમ કરતી જાેવા મળી રહી છે. મિરર સેલ્ફીમાં ૨૧ વર્ષીય ગોર્જિયસ સ્ટારકિડ ખુબ જ કમાલ લાગી રહી છે. ફોટોમાં જાેઈ શકાય છે કે સુહાના ખાને ગ્રે કલરનું ક્રોપ ટોપ અને લાઈટ બ્રાઉન કલરનું ટ્રેક પેંટ પહેર્યું છે.


સુહાના ખાનનો આ ફોટો કેટલાક ફેન પેઝ પર જાેવા મળી રહ્યો છે. જ્યાં તેમના ચાહકો લાઈક્સ અને કોમેન્ટ દ્વારા ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુહાના ખાન પોતાના ફોટો શેર કરતી નજરે પડે છે. ક્યારેક તે ન્યૂયોર્કના રસ્તાઓ પર એન્જાેય કરતી જાેવા મળે છે તો ક્યારે મિત્રો સાથે પાર્ટી કરતી નજરે પડે છે.


થોડા દિવસ પહેલા ‘ફાધર્સ ડે’ના દિવસે સુહાના ખાને તેના ઈંસ્ટાગ્રામ સ્ટોરી ઉપર નાની ઉંમરનો તેના પિતા સાથેનો ફોટો શેર કર્યો હતો. તેમનો આ ફોટો શાહરૂખ ખાને રી-પોસ્ટ કરતા તેના ઈંસ્ટા ઉપર શેર કર્યો હતો. સાથે લખ્યુ હતું, મિસ યૂ બેબી, તને એટલી મીસ કરુ છું કે ઈમોજીનો ઉપયોગ કરવા લાગ્યો છું

Follow Me:

Related Posts