fbpx
બોલિવૂડ

વિદ્યુત જામવાલએ બાળકો સાથે કરી કસરત, તસ્વીરો-વીડિયો કર્યો શેર

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ તેમની ફિટનેસ અને જબરદસ્ત એક્શન માટે જાણીતા છે. તે હંમેશાં તેમના વર્કઆઉટની તસ્વીરો અને વીડિયો તેમના ફેન્સ સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં જ તેમનો એક વીડિયો સો.મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાળકોને ટ્રેન કરતા અને તેમની સાથે કસરત કરતા જાેવા મળી રહ્યા છે. લોકો તેની આ શૈલીને પસંદ કરી રહ્યા છે.

વિદ્યુત જામવાલ બોલીવુડના એક સૌથી ફિટ એક્ટર્સમાંથી એક છે. સો.મીડિયા પર પણ તેમની એક્શન અને ફિટનેસ વીડિયોનો દબદબો છે. વિદ્યુત એક પ્રશિક્ષિત માર્શલ આર્ટિસ્ટ છે અને તેમણે ભારતીય માર્શલ આર્ટ કલરીપાયટ્ટુની તાલીમ લીધી છે. વિદ્યુત જામવાલ ઘણીવાર વિવિધ કસરતો અને ચેલેન્જના વીડિયો સો.મીડિયા શેર કરીને પોતાના ચાહકોને ફિટ રહેવાની પ્રેરણા આપતા રહે છે. તાજેતરમાં, તેમણે નાના બાળકોને કસરત પણ કરાવી અને રમત-રમતમાં ફીટ રહેવા પ્રેરણા પણ આપી.

વિદ્યુત જામવાલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકો સાથે રમી રહ્યા છે અને તેમને વર્કઆઉટ કરાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં વિદ્યુતે કેપ્શનમાં લખ્યું છે, ‘ન કોઈ આગળ છે અને ન કોઈ પાછળ. આપણે બધા આપણા અંદરના જાનવરને શોધી રહ્યા છીએ. ‘
સો.મીડિયા પર આ વીડિયો જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૪.૫ લાખ લોકો આને જાેઇ ચૂક્યા છે. લોકો રમત રમતમાં બાળકોને તાલીમ આપવા માટે વિદ્યુતની આ પ્રકારની શૈલી ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો ન ખાલી આ વીડિયોને શેર કરી રહ્યાં છે પરંતુ તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ અને પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/