‘ભારતીય બનો, ભારતીય ખરીદો. ભારતીયને સપોર્ટ કરોઃ રૂપાલી ગાંગુલી
‘અનુપમા’ ફૅમ રૂપાલી ગાંગુલીએ હાલમાં જ બ્રાન્ડ ન્યૂ એસયુવી કાર ખરીદી છે. રૂપાલીએ નવી કારની તસવીર સો.મીડિયામાં શૅર કરી છે. તસવીરમાં રૂપાલી નવી કારની સાથે પતિ અશ્વિન વર્મા સાથે જાેવા મળે છે.
રૂપાલી ગાંગુલીની આ પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી.
રૂપાલી ગાંગુલીએ લાલ રંગની મહેન્દ્ર થાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજે ૧૪ લાખ રૂપિયા છે. કારની તસવીર શૅર કરીને રૂપાલીએ કહ્યું હતું, ‘ભારતીય બનો, ભારતીય ખરીદો. ભારતીયને સપોર્ટ કરો.
એક્ટર તથા રાજકારણી મિથુન ચક્રવર્તી રવિવાર, ૨૭ જૂનના રોજ ટીવી સિરિયલ ‘અનુપમા’ના સેટ પર અચાનક જ આવી ગયા હતા. અહીંયા તેઓ પોતાની પુત્રવધૂ મદાલસા શર્મા (સિરિયલમાં કાવ્યાનો રોલ પ્લે કર્યો છે)ને મળવા આવ્યા હતા. મિથુને સિરિયલની સ્ટાર કાસ્ટ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.
નવાઈની વાત એ છે કે ૯૦ના દાયકામાં મિથુન ચક્રવર્તી તથા અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ૧૯૯૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંગારા’માં બંને સાથે જાેવા મળ્યા હતા. આ ફિલ્મને રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ ડિરેક્ટ કરી હતી. નોંધનીય છે કે રૂપાલી ગાંગુલીની માતાએ ‘ડાન્સ ઇન્ડિયા સુપર મોમ્સ’માં ભાગ લીધો હતો. રૂપાલી પણ પોતાની માતાને મળવા સેટ પર આવી હતી.
રૂપાલી ગાંગુલીએ સાત વર્ષ બાદ ટીવી સિરિયલ ‘અનુપમા’થી કમબેક કર્યું છે. આ સિરિયલમાં તે લીડ રોલમાં છે. રૂપાલી મહિનામાં ૨૫ દિવસ શૂટિંગ કરે છે. તેને એક દિવસના ૭૦ હજાર રૂપિયા મળે છે. ૨૫ દિવસ શૂટ કરવાના ૧૭ લાખ ૫૦ હજાર રૂપિયા મળે છે.
Recent Comments