fbpx
બોલિવૂડ

૯૦ના દાયકાના અભિનેતા કમલ સદાના પત્ની લિસા જાેન સાથે ૨૧ વર્ષ બાદ લેશે છુટાછેડા

૯૦ના દાયકાના અભિનેતા કમલ સદાનાએ તેની પત્ની લિસા જાેન સાથે અલગ થવાનો ર્નિણય લીધો છે. કમલ અને લિસા લાંબા સમયથી એક બીજાથી જુદા રહેતા હતા. બંનેએ ૧ જાન્યુઆરી ૨૦૦૦ ના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેને બે બાળકો પણ છે. છૂટાછેડા લેવાના પ્રશ્ને કમલ સદાનાએ કહ્યું, ‘બે લોકો સમજદાર થઇ જાય અને તેમની રીતે જીવવા લાગે છે. આવું બધે થાય છે. અમે પણ તેમાંથી એક છીએ. અમે જલ્દીથી છૂટાછેડા લઈશું. કમલ સદાના મુંબઇમાં રહે છે જ્યારે લિસા જાેન તેના માતાપિતા સાથે ગોવામાં રહે છે.

કમલ ૯૦ દાયકાના પ્રખ્યાત અભિનેતા હતા ‘બેખુદી’ ફિલ્મથી તેણે હીરો તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ૧૯૯૨ માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાજાેલ તેની હિરોઇન હતી. આ ફિલ્મ સ્ક્રીન પર ફ્લોપ થઈ, પણ બંને કલાકારોને આનાથી અલગ ઓળખ મળી.

બેખુદી સિવાય કમલે રંગ અને પ્યાર હી પ્યાર જેવી ફિલ્મો કરી હતી, પરંતુ તે તેની કારકીર્દિમાં ધ્યાન કેન્દ્રિત કરી શક્યો ન હતો. તેની ફિલ્મોમાં સફળતા ન મળવાનું કારણ તેના અંગત જીવનની ઘટના હતી. હકીકતમાં, ૧૯૯૦ માં કમલના ૨૦ માં જન્મદિવસ પર, તેના પરિવારમાં એવી ઘટના બની હતી કે જેનાથી તે આજીવન દુખી રહ્યો. આ ઘટનાની કમલના જીવન પર ખૂબ અસર પડી.

૨૧ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ, કમલ તેનો ૨૦ મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. તેણે કલ્પના પણ નહીં કરી હોય કે તેનો જન્મદિવસ તેમના જીવનનો એક અંધકારમય દિવસ હશે. કમલ તેના ઘરે બર્થડે પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત હતો ત્યારે અચાનક તેને ગોળીબારનો અવાજ સંભળાયો.
કમલની માતા સઇદા અને પિતા બ્રિજ સદાના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. કમલના જન્મદિવસ પર પણ આવી જ લડાઈ થઈ હતી. ગુસ્સામાં બ્રિજ સદાનાએ કમલની માતા પર હુમલો કર્યો. આટલું જ નહીં તેણે તેની પુત્રીને પણ ગોળી મારી હતી. બંનેના તે જ સમયે મોત થયા.
કમલના પિતાએ કમલ પર પણ ગોળી ચલાવી હતી પણ તે બચી ગયો પછીથી તેની નજર સામે જ તેના પિતાએ આત્મહત્યા કરી લીધી આમ તેનુ જીવન ખુબ મુશ્કેલી ભર્યુ રહ્યુ. કમલની નજર સામે જ તેનો પરિવાર વીખેરાઇ ગયો. કમલ હવે તેની પત્ની સાથે છુટાછેડા લઇ રહ્યો છે જે વાત ખરેખર ખુબ જ દુખદ છે.કમલને બે બાળકો પણ છે તે તેની પત્નીથી ઘણા સમયથી તકરાર થતા અલગ રહેવા લાગ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/