fbpx
બોલિવૂડ

ફિલ્મમેકર હંસલ મહેતાએ શિલ્પા શેટ્ટીનો પક્ષ લઈને તેને સપોર્ટ કર્યો

પોર્નોગ્રાફી કેસમાં હાલ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જેલમાં છે. રાજની ધરપકડ થયા પછીથી એક્ટ્રેસ ભાંગી પડી છે તે અનેક ટ્રોલર્સનો સામનો કરી રહી છે. ફિલ્મમેકર હંસલ મહેતાએ સો.મીડિયા પર શિલ્પાનો પક્ષ લઈને તેને સપોર્ટ કર્યો છે. હંસલ મહેતાએ લખ્યું, સારા દિવસોમાં તો બધા પાર્ટીઓ કરવા આવશે પણ ખરાબ સમયમાં બધા મૌન રહેશે. જાે તમે તેનો પક્ષ ના લઇ શકતા હોવ તો તેને એકલી મૂકો અને કાયદાને તેનું કામ કરવા દો.

હંસલ મહેતાએ શિલ્પા માટે ત્રણ પોસ્ટ કરી સપોર્ટ કર્યો છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું, જાે તમે તેની સાથે આ સમયે ઊભા ના રહી શકતા હોવ તો તેને એકલી મૂકો અને કાયદાને નક્કી કરવા દો આગળ શું થશે? તેને પ્રાઈવેસી આપો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પબ્લિક લાઈફ જીવતા લોકો પોતાનો બચાવ કરે અને અને તેમને ન્યાય મળે તે પહેલા જ તેમને દોષિત જાહેર કરવામાં આવે છે.

અન્ય પોસ્ટમાં તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મૌન વિશે વાત કરી. તેમણે લખ્યું, આ મૌન એક પેટર્ન છે. સારા સમયમાં બધા સાથે મળીને પાર્ટી કરશે, પણ ખરાબ સમયમાં બધા બહેરા અને મૌન ધારણ કરી લેશે. સત્ય ભલે ગમે તે હોય, ઓલરેડી ડેમેજ થઈ ગયું હોય છે.

ત્રીજી પોસ્ટમાં લખ્યું, આ નિંદા એક પેટર્ન છે. જાે કોઈ ફિલ્મી વ્યક્તિ સામે આક્ષેપો હોય તો ગોપનીયતા પર આક્રમણ કરવા, વ્યાપક ચુકાદો પસાર કરવા, હત્યા કરવા માટે, કચરાવાળી ગોસિપથી ‘ન્યૂઝ’ ભરવા માટે દોડાદોડી થાય છે – આ બધું વ્યક્તિઓ અને તેમના ગૌરવના ભોગે છે. આ મૌનની કિંમત છે. “
શિલ્પા શેટ્ટીએ અનેક મીડિયા હાઉસ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં થઈ હતી. શિલ્પાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મીડિયામાં જે અહેવાલો આવે છે, તેનાથી તેના બાળકોને અસર થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/