અનન્યા પાંડેની વધુ એક ફિલ્મ આવી રહી છે
અભિનેત્રી અનન્યા પાંડે વધુ એક ફિલ્મ કરી રહી છે. ત્રણ મિત્રોની કહાની ધરાવતી ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં અનન્યા સાથે સિધ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગોૈરવ મુખ્ય ભુમિકામાં છે. જાેયા અખ્તર, અર્જુન વરૈન સિંહ અને રીમા કાગતી દ્વારા લિખીત આ ફિલ્મનું નિર્દેશન અર્જુન વરૈન સિંહ કરશે. તેની આ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ છે. જાેયા અખ્તરની ગલી બોયમાં કામ કરી જાણીતા બનેલા સિધ્ધાંત ચતુર્વેદીને ચાહકો એમસી શેર તરીકે ઓળખે છે. બીજાે અભિનેતા આદર્શ ગોૈરવ અગાઉ નેટફિલકસની ધ વ્હાઇટ ટાઇગરમાં જાેવા મળ્યો હતો. અનન્યા સાથે આ બંને પ્રતિભાશાળી અભિનેતાને જાેવા અધીરા બન્યા છે. લેખક-નિર્માતા રીમા કાગતીના જન્મદિવસ નિમીતે ફિલ્મ ખો ગયે હમ કહાંની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મનુ઼ પોસ્ટર અને વિડીયો લોન્ચ થઇ ગયા છે. ફિલ્મ વર્ષ ૨૦૨૩માં રિલીઝ થશે.
Recent Comments