અભિનેતા કાર્તિક આર્યન વ્યસ્ત અભિનેતા બની ગયો
અભિનેતા કાર્તિક આર્યન વ્યસ્ત અભિનેતા બની ગયો છે. તેના હાથ પર હાલમાં નોખા નોખા વિષયની બે ત્રણ નહિ પણ પુરી અડધો ડઝન ફિલ્મો છે. કાર્તિકની કામ પ્રત્યેની લગનને સોૈ કોઇ બીરદાવે છે. ધમાકા ફિલ્મનું શુટીંગ તેણે માત્ર દસ જ દિવસમાં પુરૂ કરી લીધું હતું. આ ફિલ્મનું ટીઝર અને લૂક જાેઇ ચાહકો ચોંકી ગયા હતાં. કાર્તિક હોરર કોમેડી ભૂલભૂલૈયા-૨, ફ્રેડી, સાજીદ નડિયાદવાલાની મ્યુઝિકલ રોમાન્ટીક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તો હંસલ મહેતા જેવા સફળ સર્જક સાથે કેપ્ટન ઇન્ડિયામાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે વાયુ સેનાના અધિકારીની ભુમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત એક રિમેક શહજાદામાં પણ તે કામ કરી રહ્યો છે. સાઉથની આ રિમેકમાં ડ્રામા, ઇમોશન્સ, ડાન્સ અને એકશનનો મસલો હશે. છ છ અલગ અલગ વિષયોની ફિલ્મો હાથ પર હોવાથી તેમજ વ્યસ્ત અને ટોચના અભિનેતાઓની હરોળમાં બેસીને કાર્તિક અત્યંત ખુશ છે.
Recent Comments