fbpx
બોલિવૂડ

પરિણીતી ચોપરા કરવા માંગતી હતી સૈફ અલી ખાન સાથે લગ્ન

પરિણીતીનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૮૮ ના રોજ હરિયાણાના અંબાલામાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા પવન ચોપરા વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે, માતાનું નામ રીના ચોપરા છે. પરિણીતીનો ઉછેર શહેરી છોકરીની જેમ થયો, તેણે ‘કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી’ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. બાદમાં તે માત્ર ૧૭ વર્ષની ઉંમરે વધુ અભ્યાસ માટે લંડન ગઈ હતી. લંડનમાં, તેણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી મેળવી.

તે યશ રાજમાં પીઆરનું કામ કરતી હતી. પાછળથી, તેની પ્રતિભાને ઓળખીને, યશ રાજે તેમને તેમની ફિલ્મોમાં તક આપી. તેણે શરૂઆતમાં યશ રાજ બેનર સાથે ત્રણ ફિલ્મી કરાર દરમિયાન પ્રથમ બે ફિલ્મો ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત સાથે ‘શુદ્ધ દેશી રોમાન્સ’ કરી હતી. પછી તે કરણ જાેહર દ્વારા નિર્મિત ફિલ્મ ‘હસી તો ફસી’માં જાેવા મળી. આ પછી, તેણે દાવત-એ-ઇશ્ક, કિલ દિલ, મેરી પ્યારી બિંદુ, નમસ્તે ઇન્ડિયા, કેસરી અને જબરિયા જાેડી જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી. છેલ્લી વખત તેણે ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ જેવી સ્ત્રીલક્ષી ફિલ્મમાં કામ કર્યું હતું.આજે પરિણીતી ચોપડા બોલીવુડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે પોતાના દમદાર અભિનયના આધારે દર્શકો વચ્ચે ખાસ જગ્યા બનાવી છે.

તેણે યશ રાજ બેનર હેઠળ રણવીર સિંહ અભિનીત ‘લેડીઝ વર્સિસ રિકી બહેલ’માં સહાયક અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ ૨૦૧૨ માં, તેણે યશ રાજ બેનરની ફિલ્મ ‘ઇશકઝાદે’થી મુખ્ય અભિનેત્રી તરીકેની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેના અભિનયે ફિલ્મ વિવેચકો સહિત પ્રેક્ષકોને પણ મોહિત કર્યા હતા. તેમને બોલિવૂડનું ભવિષ્ય પણ કહેવામાં આવતું હતું. જાેકે સ્ટાર્કિડ અર્જુન કપૂરે પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનાર પરિણીતી ચોપરા હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/