fbpx
બોલિવૂડ

કૃણાલ ખેમુએ કંજુસ મખીચૂસ ફિલ્મનું શુટીંગ પુરુ કર્યું

કૃણાલ ખેમુએ ઝીફાઇવના ક્રાઇમ થ્રીલર શો અભયની બંને સિઝનમાં એસપી અભય પ્રતાપના રોલમાં જમાવટ કરી હતી. હવે તે ‘કંજૂસ મખીચૂસ’ નામની ફિલ્મમાં જાેવા મળવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ તેણે તાજેતરમાં પુરૂ કરી લીધું છે. વિપુલ મહેતા નિર્દેશીત આ ફિલ્મના શુટીંગનો પ્રારંભ ગયા મહિને થયો હતો. ફિલ્મમાં કૃણાલ સાથે શ્વેતા ત્રિપાઠી અને પીયૂષ મિશ્રા પણ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું શુટીંગ પુરૂ થતાં ટીમે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મુકયો હતો. કૃણાલે કેપ્શન મુકી હતી કે કંજૂસ મખીચૂસની શરૂઆત ગણેશ ચોથના દિવસે કરી હતી. દશેરાએ ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. મારા માટે આ સફર ખુબ જ સંતુષ્ટ અને મનોરંજક રહી છે. બહુ ઝડપથી આ ફિલ્મ સાથે અમે તમારી સામે આવીશું. ગયા વર્ષે કૃણાલ મલંગ અને લૂટકેસ નામની ફિલ્મોમાં જાેવા મળ્યો હતો. કલંકમાં પણ તેણે અબ્દુલ ખાન નામનું પાત્ર ભજવ્યું હતું.

Follow Me:

Related Posts