fbpx
બોલિવૂડ

બોલિવુડના હરીશ પટેલને હોલિવૂડમાં ફેમસ કિરદાર મળતા વાહવાહી

બોલિવૂડમાંથી હરીશ પટેલ ૨૦૦૪થી ગાયબ હતા. અહીં સૌએ તેમને બેકાર અને ગુમનામીમાં સરી પડેલા એક્ટર માનીને ભુલાવી દીધેલા. એટલે જ અચાનક તેમને હોલિવૂડની સુપરડુપર હિટ સિરીઝમાં મહત્ત્વના રોલમાં જાેઇને સૌ મોંમાં આંગળાં નાખી ગયા છે. ખાસ કરીને ત્રણેક દિવસ પહેલાં માર્વેલના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ‘ઇટર્નલ્સ’ ફિલ્મમાં હરીશ પટેલના પાત્ર ‘કરુણ’નું સ્પેશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું, ત્યારથી તેમના વિશે થઈ રહેલા ગણગણાટનું વોલ્યુમ અનેકગણું વધી ગયું છે. ઇવન અમેરિકા ભણતા તેમના પૌત્રએ પણ આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે, ‘દાદુ, તમે સ્ઝ્રેંની મૂવીમાં આવી ગયા, ગ્રેટ!’પાંચેક મહિના પહેલાં હોલિવૂડના ‘માર્વેલ સ્ટુડિયોઝ’ દ્વારા પ્રોડ્યુસ થયેલી સુપરહીરો ફિલ્મ ‘ઇટર્નલ્સ’નું ટ્રેલર રિલીઝ થયું. સ્ઝ્રેં તરીકે ઓળખાતા ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ની ‘અવેન્જર્સ’, ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’, ‘કેપ્ટન અમેરિકા’, ‘સ્પાઇડર મેન’, ‘ઇન્ક્રેડિબલ હલ્ક’ ટાઇપની ફિલ્મોની કરોડો ચાહકો સતત કાગડોળે રાહ જાેતા હોય છે. આ ફિલ્મોના ક્રેઝથી અજાણ વાચકોની જાણ સારુ કે બે વર્ષ પહેલાં માર્વેલની ‘અવેન્જર્સ એન્ડગેમ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એની એ હદે ઉત્કંઠા હતી કે મલ્ટિપ્લેક્સોમાં ચોવીસે કલાકના શૉઝ ચલાવવા પડેલા,

જેમાં રાત્રે એક-બે વાગ્યાથી લઇને સવારે ચારથી છ વાગ્યાના શૉઝ સામેલ હતા! એ સિરીઝની ‘ઇટર્નલ્સ’ના ટ્રેલરમાં એન્જેલિના જાેલી, સલમા હાયેક, કિટ હેરિંગ્ટન (‘ગેમ ઓફ થ્રોન્સ’નો ‘જાેન સ્નો’), રિચર્ડ મેડન, કુમૈલ નન્જીયાની જેવા સુપરસ્ટાર્સ ચમકતા હતા. તેમ છતાં આ ટ્રેલરમાં માત્ર બે-ચાર સેકન્ડ માટે દેખાતા એક કલાકારને જાેઇને ભારતના સોશિયલ મીડિયામાં હર્ષની ચિચિયારીઓ ઊઠવા માંડી. તેનું કારણ હતું કે તે ટ્રેલરમાં આ સુપરહીરોઝની સાથે આપણા હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા હરીશ પટેલ પણ હતા! હરીશ પટેલ મોટે ભાગે આપણે ત્યાં પરચૂરણ કોમિક અને ખલનાયકોના ટોળામાં દેખાતી ભૂમિકાઓ માટે જ જાણીતા છે. ‘મૈંને પ્યાર કિયા’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘બોલ રાધા બોલ’, ‘આંખે’, ‘અંદાઝ અપના અપના’, ‘ઇઝ્‌ઝત’, ‘ઘાતક’ જેવી હિટ ફિલ્મોમાં જેને ‘બ્લિન્ક એન્ડ મિસ’ કહીએ તેવી નાનકડી ભૂમિકાઓ ભજવવા માટે જ યાદ કરવામાં આવે છે. એ સિવાય પણ તેમની હિન્દી ફિલ્મોની ફિલ્મોગ્રાફી ખાસ્સી લાંબી છે, પરંતુ એમાંનો એકેય રોલ એવો નથી કે જેના માટે હરીશ પટેલની ઓળખ આપી શકાય.

હા, તેમણે શ્યામ બેનેગલની ‘મંડી’, ‘ભારત એક ખોજ’, ગોવિંદ નિહલાણીની ‘તમસ’, શંકર નાગની ‘માલગુડી ડેય્ઝ’, ‘વાગલે કી દુનિયા’, કેતન મહેતાની ‘ર્મિચ મસાલા’ જેવી ઉમદા કૃતિઓમાં કામ કર્યું છે ખરું. ૧૯૯૮માં આવેલી મિથુન ચક્રવર્તી સ્ટારર ‘બી ગ્રેડ’ ક્રાઇમ ફિલ્મ ‘ગુંડા’માં ‘ઇબુ હટેલા’ નામના મવાલી ડોનની ભૂમિકા ભજવવા માટે હરીશ પટેલ અત્યારની જનરેશનમાં જાણીતા છે. તેનું કારણ એ છે કે ડિરેક્ટર કાંતિ શાહની આ ફિલ્મ ‘ઇટ્‌સ સો બેડ ધેટ ઇટ્‌સ ગુડ’ યાને કે એ એટલી ખરાબ છે કે એ જાેવાની લિજ્જત આવે તેવી કેટેગરીમાં ‘કલ્ટ’ સ્ટેટસ ભોગવે છે. ખાસ કરીને આ ફિલ્મના જાેડકણા છાપ ડાયલોગ્સના વીડિયોઝ ઇન્ટરનેટ પર આજેય લાખો વ્યૂઝ મેળવે છે. અત્યારની જનરેશનની ભાષામાં કહીએ તો હરીશ પટેલનું પાત્ર ઇબુ હટેલા ‘મીમ મટીરિયલ’ બની ચૂક્યું છે. મૂળ મુંબઈના અને મારવાડી હિન્દી સ્કૂલમાં ભણેલા ૬૭ વર્ષના હરીશ પટેલ છેક ૧૯૭૪થી થિયેટરમાં સક્રિય છે. ઇન ફેક્ટ, તેમણે ૧૯૬૭માં આવેલી ‘બૂંદ જાે બન ગઈ મોતી’ નામની ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પણ ભૂમિકા ભજવેલી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/