fbpx
બોલિવૂડ

ઝોયા અખ્તર હવે સ્ટાર કિડ્‌સને લોન્ચ કરશે

ઝોયા અખ્તરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યું હતું કે, આર્ચિસને દેશી અવતારમાં નિર્માણ કરવામાં આવશે.આ કોમિક બહુજ લોકપ્રિય છે. હું અને મારી ટીમ કામે લાગી ગઇ છે. ધ આર્ચિસ મ્યુઝિકલ ડ્રામા તરીકે આવી રહી છે જેનું દિગ્દર્શન હું કરવાની છું. નેટફ્લિકસ પરજલદી જ ા સીરીઝ જાેવા મળશે તેમ તેણે વધુમાં જણાવ્યું હતું. રીમા કાગદીએ પણ આ સીરીઝ માટે પોતાનો ઉત્સાહ દાખવ્યો હતો. તેણે કહ્યું હતું કે, હું અને ઝોયા બન્ને જણા આર્ચિસની કોમિક્સ વાંચીને મોટા થયા છીએ. અમે તેના પાત્રો સાથે નાનપણથી જ જાેડાયેલા છીએ. હું આ પાત્રોને સંગીતમઢ્યા ડ્રામા તરીકે જાેવા માટે ઉત્સાહિત છું. ઝોયા અખ્તર અને રીમા કાગદીએ હાલમાં જ ધ આર્ચિસ કોમિક્સની એડોટેપ્શનની ઘોષણા કરી હતી. મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, તેમાં એમિતાભ બચ્ચનના દોહિત્રા અને શ્વેતા નંદાના પુત્ર અગત્સ્યને આ સીરીઝમાં લોન્ચ કરવાના છે. સોશ્યલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, ૨૦ વર્ષીય અગત્સ્ય નંદા આ આર્ચિસ સીરીઝમાં લીડ રોલમાંજાેવા મળવાનો છે. આ રિપોર્ટમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનઅને સ્વ. શ્રીદેવીની પુત્રી ખુશી કપુર પણ આ સસીરીઝમાં કામ કરતી જાેવા મળશે. જાેકે આ વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/