fbpx
બોલિવૂડ

ઈન્ડિયન પર્સનાલિટી ઓફ યરનો એવોર્ડ હેમામાલિની અને પ્રસૂન જાેશીને અપાશે

વરચ્યુઅલ અને ફિઝિકલ ફોર્મેટમાં યોજાનારા આ ફિલ્મોત્સવમાં કન્નડ સુપરસ્ટાર પુનિથ રાજકુમાર, ટ્રેજેડી કિંગ દિલિપ કુમાર, ફિલ્મસર્જકો બુદ્ધ દેવ દાસગુપ્તા, મરાઠી ફિલ્મ સર્જક સુમિત્રા ભાવે, કન્નડ અભિનેતા સંચારી વિજય અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી સુરેખા સિક્રીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ગોવામાં ૨૦થી ૨૮ નવેમ્બર દરમ્યાન યોજાઇ રહેલા નવ દિવસના બાવનમા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ-ઇફી-માં પીઢ અભિનેત્રી અને ભાજપની સાંસદ હેમામાલિની અને ગીતકાર પ્રસૂન જાેશીને ઇન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવશ. નોંધપાત્ર બાબત એ છે કે જે ફિલ્મોત્સવમાં અમેરિકન ફિલ્મસર્જક માર્ટિન સ્કોર્સિસી અને હંગેરિયન ફિલ્મસર્જક ઇસ્તવાન ઝાબોનું પ્રથમ સત્યજિત રાય લાઇફટાઇમ એવોર્ડ આપી સન્માન કરવામાં આવનારું છે તેમાં સલમાનખાન અને રણવીરસિંહ પણ હાજરી આપવાના છે. માર્ટિન સ્કોર્સિસી અને ઇસ્તવાન ઝાબો હાજર રહી શકે તેમ ન હોવાથી તેમનો એવોર્ડ સ્વીકારતો વિડિયો મેસેજ રજૂ કરવામાં આવશે. ફિલ્મોત્સવમાં જેમ્સ બોન્ડને પહેલીવાર રૃપેરી પડદે સાકારનાર અભિનેતા શૉન કોનેરીને વિશેષ અંજલિ અપાશે. આંતરરાષ્ટ્રીય સિનેમા સેકશનમાં ૭૩ દેશોની ૧૪૮ ફિલ્મો દર્શાવાશે. સ્પેનિશ ફિલ્મસર્જક કાર્લોસ સુરાની ધ કિંગ ઓફ ઓલ ધ વર્લ્‌ડ ફિલ્મોત્સવની ઓપનિંગ ફિલ્મ હશે. જ્યારે ઇરાની ફિલ્મ સર્જક અસગર ફરહદીની ફિલ્મ એ હીરો ફિલ્મોત્સવની સમાપન ફિલ્મ બની રહેશે. જ્યારે મીડ ફેસ્ટ તરીકે જેન કેમ્પિયનની ફિલ્મ પાવર ઓફ ધ ડોદ દર્શાવવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/