અક્ષયકુમારને કપિલ શર્માએ પુછ્યું કે, તમે તૈમુર સાથે પણ કામ કરશો ?
અતરંગી રે ૨૪ ડિસેમ્બરે ર્ં્્ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય અને સારાની સાથે ધનુષ પણ લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે ગયેલા અક્ષયે શોમાં દર્શકોને જાદુના કરતબો પણ બતાવ્યા હતા. જેમને જાેઈને બધા ચોંકી ગયા. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં અક્ષય કુમાર મેજિક ટ્રિક કરતો જાેવા મળી રહ્યો છે. આ પછી કપિલ આવે છે અને કહે છે કે પહેલા મને લાગતું હતું કે અમારા શોમાં પાજીની ફિલ્મો આવે છે, પરંતુ હવે મને લાગે છે કે અમારો શો પાજીની ફિલ્મોની વચ્ચે આવે છે. જ્યારે સારા અલી ખાન શોમાં પ્રવેશે છે, ત્યારે તે અક્ષયની ટાંગ ખેંચે છે અને પૂછે છે કે તમે શર્મિલા ટાગોર સાથે કામ કર્યું છે, તેના પુત્ર સૈફ અલી ખાન સાથે કામ કર્યું છે, હવે તમે સારા અલી ખાન સાથે કામ કરી રહ્યા છો. અમે બીજી એક વાત સાંભળી છે કે તમારી પાસે એક સ્ક્રિપ્ટ છે જેમાં તૈમુર સાથેનો લવ ટ્રાઇંગલ છે શું આ સાચું છે ? કપિલના સવાલના જવાબમાં અક્ષય કહે છે કે હું તૈમુરના બાળક સાથે પણ કામ કરવા માંગુ છું. કિકુ શારદા શોમાં આવે છે અને કહે છે કે તેણે તાજેતરમાં રાજસ્થાનમાં એક હાઈપ્રોફાઈલ લગ્નમાં હાજરી આપી હતી. તે કહે છે કે મેં જીવનમાં આવા લગ્ન જાેયા નથી. કારણ કે તેમણે મને જાેવા જ ન દીધા. તેના પર અક્ષય કહે છે કે તમે ત્યાં જઇને કિટ-કેટ ખાધી હશે.કપિલ શર્મા શોમાં દર અઠવાડિય સેલેબ્સ તેમની આગામી ફિલ્મ કે વેબ સિરીઝના પ્રમોશન માટે આવે છે, જેમની સાથે કપિલ શર્મા અને તેની ટીમ ખૂબ જ મસ્તી કરતા જાેવા મળે છે. અક્ષય કુમાર, સારા અલી ખાન અને નિર્દેશક આનંદ એલ રાય તેમની આગામી ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે આ અઠવાડિયે શોમાં આવવાના છે.
Recent Comments