તાતા ગ્રૂપ પર બની રહી છે વેબ સીરીઝ, રૂપિયા 21 હજારથી તાતા ગ્રૂપે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું
તાતા ગ્રુપ કે જેને દેશને ઘણું આપ્યું છે. અલગ-અલગ પ્રકારના ક્ષેત્રમાં આ ગ્રુપ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. ગ્રુપનું નામ આવતાં જ એક રિસ્પેક્ટ આવે સામે આવે છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં આ ગ્રુપ જાણીતું છે, ત્યારે તાતા ગ્રૂપ અને તેના પરિવાર વિશે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં કયા પ્રકારના ઉતાર-ચઢાવ વચ્ચે આ ગ્રુપ સફળ રહ્યું તે તમામ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. જેથી અત્યારે ચાલી રહેલા વેબ સીરીઝ ના જમાનામાં તાતા ગ્રુપ પર પણ એક વેબસીરીઝ બનાવવાનું નક્કી કરાયું છે. જેમાં રતન તાતા, જમશેદજી તાતા વગેરે વિશે વધુ વાતો જાણવા મળી શકે છે. ઓલ માઈટી મોશન પિક્ચર દ્વારા આ પ્રકારનો વેબ સીરીઝ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને કેટલીક આપણી સમક્ષ ના આવી શકેલી એવી રસપ્રદ વાતોએ લોકોને પ્રેરણા આપી છે. આ વાતોને લઈને વેબ સિરીઝ બનાવશે. તાતા ગ્રુપ દ્વારા 21,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરાયું ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેના સફળતાના ભાગરૂપે જે ઊંચાઇઓ સર કરી છે તેમજ તાતા ગ્રુપનો 200 વર્ષ જૂનો પરિવારનો ઈતિહાસ છે. તે તમામ બાબતો જોવા મળશે. અત્યાર સુધીમાં બિઝનેસને ધ્યાનમાં રાખી અનેક ફિલ્મો તેમજ વેબ સીરીઝમાં સૌથી વધુ રસપ્રદ બની શકે છે. કેમ કે તાતા ગ્રૂપ વિશે લોકો વધુ જાણવા માંગે છે.
Recent Comments