સારા અલી ખાનની સુંદરતાનું રહસ્ય, જાણો સારા અલી ખાન કરતા પણ મજબુત અને સિલ્કી વાળનું રહસ્ય…
સારા અલી ખાનની સુંદરતાનું રહસ્ય, જાણો સારા અલી ખાન કરતા પણ મજબુત અને સિલ્કી વાળનું રહસ્ય…
વાળની સમસ્યા આજે ઘરે ઘરે જોવા મળી રહી છે. દરેક લોકો આ સમસ્યામાંથી છુટકારો મેળવા માંગે છે. ત્યારે આજે અમે આપને સારા અલી ખાનની સુંદરતાનું રહસ્ય જણાવીશું. કે તેના વાળ આટલા મજબુત અને સિલ્કી કેવી છે.
આજે અમે આપને ડુંગળીના રસનો ઉપયોગ કેવી રીતે કરશો તે અમે આપને જણાવીશું….
વાળ ખરવાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણા વાળના મૂળ નબળા થવા લાગે છે. એટલા માટે આપણે આપણા વાળના મૂળને મજબૂત બનાવવા પડે છે. આ માટે ડુંગળીનો રસ ખૂબ જ અસરકારક છે. તેને બનાવવા માટે તમારે બે થી ત્રણ ડુંગળી કાપીને તેને મિક્સરમાં નાખીને તેનો રસ કાઢી લો
આ રસને તમારા માથા પર તેલની જેમ ઘસો અને તેને સૂકવવા દો. 20થી 30 મિનિટ સુકાયા બાદ ઠંડા પાણીથી માથું ધોવાથી વાળ મજબૂત, જાડા અને સિલ્કી બને છે. ડુંગળીના રસમાંથી દુર્ગંધ આવે છે. એટલા માટે તેને થોડીવાર ફ્રીજમાં રાખવાથી અને ઠંડુ થયા બાદ લગાવવાથી દુર્ગંધ દૂર થઈ જાય છે. એટલા માટે જે લોકોને ડુંગળીની ગંધ સહન થતી નથી. તેમણે ફ્રિજમાં મૂકીને ઠંડુ કર્યા પછી જ તેનો રસ માથા પર નાખવો જોઈએ.
ડુંગળીના રસના ફાયદા
ડુંગળીમાં સલ્ફર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સલ્ફરની સાથે વિટામિન B, વિટામિન C અને વિટામિન K પણ મળી આવે છે. જે આપણા વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ડુંગળીનો રસ પણ આપણા ચહેરાને ચમકદાર બનાવે છે. જો તમે પણ તમારા વાળની સમસ્યાથી પરેશાન છો તો તમારે આજથી જ ડુંગળીના રસનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ.
Recent Comments