એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું બજેટ ૩૩૬ કરોડ
એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘આર.આર.આર’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ વિશે ઘણી વાતો કહેવામાં આવી રહી છે.આ ફિલ્મ હવે ફરી એકવાર રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ આ દરમિયાન એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આગામી ફિલ્મ ‘આર.આર.આર’નું બજેટ ૩૩૬ કરોડ છે. આ રકમમાં કલાકારો તેમજ ક્રૂના પગારનો સમાવેશ થતો નથી. ‘આર.આર.આર’નું બજેટ એસએસ રાજામૌલીની પાછલી ફિલ્મ ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’ કરતાં ૧૦૦ કરોડ રૂપિયા વધુ છે.
એસ.એસ રાજામૌલીની ‘આર.આર.આર’ ૨૫ માર્ચે સિનેમાઘરોમાં આવશે, કારણ કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે તેની રિલીઝમાં ઘણી વખત વિલંબ થયો હતો. આ ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામારાજુના યુવાનોની કાલ્પનિક વાર્તા પર આધારિત છે. ‘આર.આર.આર’ કાસ્ટમાં રામ ચરણ, આલિયા ભટ્ટ, જુનિયર એન ટી.આર અને અજય દેવગણનો સમાવેશ થાય છે ઈન્ડિયન એક્સપ્રેસે ટાંક્યું છે કે, મીડિયા સાથે વાત કરતા પરની નાનીએ કહ્યું કે, અમને ‘આર.આર.આર’ના નિર્માતાઓ તરફથી એક અરજી મળી છે. તે માહિતી અનુસાર, નિર્માતાઓએ જી.એસ.ટી અને કલાકારો અને ક્રૂના પગાર સિવાય ફિલ્મ પર ૩૩૬ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
ટૂંક સમયમાં, ફાઇલ મુખ્ય પ્રધાન સુધી પહોંચશે અને અમે મૂવી ટિકિટના ભાવમાં વધુ વધારા અંગે ર્નિણય લઈશું.” રિપોર્ટ અનુસાર, સરકારે એક આદેશમાં સિનેમા હોલને ટિકિટ દીઠ ૭૫ની વધારાની રકમ વસૂલવાની મંજૂરી આપી છે. ૨૦૧૭નાએસએસ રાજામૌલીની ‘બાહુબલીઃ ધ કન્ક્લુઝન’ ૨૫૦ કરોડના અંદાજિત બજેટમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મ માટે પ્રભાસને ૨૫ કરોડ અને રાણા દગ્ગુબાતીને ૧૫ કરોડ ચૂકવવામાં આવ્યા હતા. એસએસ રાજામૌલીને ૨૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
Recent Comments