fbpx
બોલિવૂડ

શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મ બેધડક પહેલા જ અભિનેત્રી ટ્રોલ થઈ

બોલીવુડ ફરીથી એક સ્ટારકિડને આવકારવા માટે તૈયાર છે. જી હા, અમે વાત કરી રહયા છીએ ૯૦’જ ના કલાકાર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની, તેણી હાલમાં બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ ‘બેધડક’ સાથે મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. પરંતુ આ પૂર્વે સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરે સ્ટાર-સ્ટડેડ લેક્મે ફેશન શોમાં રેમ્પ ડેબ્યુ કર્યું હતું. શનાયાએ જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના શો માટે ફિલ્મ ‘ગહેરાઈયાં’ના અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે શોસ્ટોપર બની હતી. જાે કે, અમુક નેટિઝન્સને આ વાત જરા પણ પસંદ આવી નથી.

સ્ટારકિડ શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યુ ‘બેધડક’ સાથે મોટા પડદા પર આવે તે પહેલાં સંજય કપૂરની આ પુત્રીએ તાકેટરમાં સ્ટાર-સ્ટડેડ લેક્મે ફેશન શોમાં તેનું ભવ્ય રેમ્પ ડેબ્યૂ રજૂ કર્યું હતું. શનાયા ફિલ્મ ‘ગહેરાઈયાં’ના અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે બોલીવુડના સેલેબ્સ ફેવરિટ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ફેશન શો માટે શોસ્ટોપર બની હતી. શનાયાના આ શાનદાર રેમ્પ ડેબ્યુના દરેક સ્ટાર્સે ખુબ જ વખાણ કર્યા હતા. તેની આ રેમ્પ વોક સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. શનાયાએ તેના ડેબ્યુ રેમ્પ વોક માટે કટ-આઉટ વિગતો અને સિક્વિન-વર્ક સાથે બોડીફીટેડ સ્પાર્કલ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો, જેમાં બ્લુ પર્પલ અને સ્કાઈ બ્લ્યુ કલરનું શાનદાર મિક્સિંગ હતું. જ્યારે સિદ્ધાંતે ગ્રાફિક ડિઝાઈન દર્શાવતો લાંબો કોટ રેમ્પ પર ફ્લોન્ટ કર્યો હતો, જેમાં બ્લેક અને પર્પલ કલરનું શાનદાર મેચિંગ ધરાવતું પેન્ટ હતું.

ટારકિડ શનાયાએ તેણીના ઈન્સ્ટાગ્રામ પર આ ડેબ્યુ રેમ્પ વોકને લઈને અનેક તસવીરો શેર કરી હતી. જે અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. તેણીના મિત્રો, ચાહકો અને ફિલ્મ સમુદાયના સભ્યોએ આ પોસ્ટને લાઈક્સ અને ટિપ્પણીઓથી છલકાવી દીધી હતી. જેમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાને કોમેન્ટ બોક્સમાં લખ્યું, “વાહ બેલા હદીદ.”જયારે, “બેબી ગર્લ,” અનન્યા પાંડેએ ઉમેર્યું હતું. અમે તમને જણાવી દઈએ કે સુહાના, શનાયા અને અનન્યા બાળપણના મિત્રો છે. કેટલાક યુઝર્સ શનાયાના આ વોકને ‘ડક વૉકિંગ’ કહે છે, જ્યારે કેટલાક લોકોએ કીધું કે, ”હજુ તારે ઘણું શીખવાની જરૂર છે.” એક યુઝરે લખ્યું, ”શું તું જીજી હદીદ બનવાની ફ્લોપ કોશિશ કરે છે??”.

બીજા યુઝરે લખ્યું કે, “અત્યાર સુધીમાં જાેવામાં આવેલું સૌથી ખરાબ વોક,” એક યુઝરે ??લખ્યું છે કે “તમે કેવી રીતે ચાલી રહ્યા છો તેનો તમને ખ્યાલ નથી,” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ”તારે કરણ જાેહર નહીં, પરંતુ સુષ્મિતા સેન પાસેથી ટ્રેઇનિંગ લેવાની જરૂર છે.” એક વ્યક્તિએ લખ્યું કે, ”આ વોકમાં એવું તો શું સારું છે??” શનાયાની આગામી ફિલ્મ ‘બેધડક’ કરણ જાેહર દ્વારા રજૂ કરવામાં આવી છે અને શશાંક ખેતાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ, જેના દ્વારા અભિનેતા લક્ષ્ય અને ગુરફતેહ પીરઝાદાની પણ બૉલીવુડમાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ એ રોમકોમ જેનરમાં પ્રણય ત્રિકોણની વાર્તાને દર્શાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/