fbpx
બોલિવૂડ

આરઆરઆર માં જુનિયર એનટીઆર અને રામચરણની જાેડી સિનેમા પર છવાઈ

એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ આર.આર.આરએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આર.આર.આરની કમાણી છઠ્ઠા દિવસે પણ સારી રહી છે. બાહુબલી ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ આર.આર.આરએ વિશ્વભરમાં ૬૦૦ કરોડથી વધુની કમાણી કરી છે, પરંતુ આ ફિલ્મ રેકોર્ડ બનાવવાનું ચૂકી ગઈ છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મે કુલ ૧૦૭.૫૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

છઠ્ઠા દિવસે પણ ફિલ્મે લગભગ ૧૩ થી ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મના હિન્દી વર્ઝનનું કુલ કલેક્શન ૧૨૦ થી ૧૨૨ કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. જાેકે, આર.આર.આરએ શરૂઆતના દિવસે જ બહુવિધ ભાષાઓમાં ૨૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ પ્રથમ અઠવાડિયે કુલ ૧૦૭.૫૯ કમાણી કર્યા પછી, આ ફિલ્મ એક રેકોર્ડ ચૂકી ગઈ છે. રાજામૌલી દ્વારા નિર્દેશિત બાહુબલી સિરીઝને લઈને ચાહકોમાં એક અલગ જ ક્રેઝ હતો. એસએસ રાજામૌલીની અગાઉની ફિલ્મ ‘બાહુબલી ૨’ એ તેની રિલીઝના પ્રથમ સપ્તાહમાં ૫૩૯ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.

આવી સ્થિતિમાં, આર.આર.આર પાસેથી પણ આવા જ બિઝનેસની અપેક્ષા હતી.પણ આર.આર.આર આ રેકોર્ડ ચૂકી ગઈ હતી.તમને જણાવી દઈએ કે, ફિલ્મ આર.આર.આરએ શુક્રવારે ૨૦.૦૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને શનિવારે ફિલ્મે ૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે રવિવારે ફિલ્મે ૩૧.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.જાે કે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મ આર.આર.આરએ હિન્દી બેલ્ટની ટોપ ૫ સ્કોરર ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/