fbpx
બોલિવૂડ

પુષ્પા ૨નું પ્લાનિંગ અભરાઈએ ચઢ્યું?

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઈઝ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર અંધારી સફળતા મેળવી હતી. હિન્દી બેલ્ટની ઓડિયન્સ માટે સાઉથ ઈન્ડિયન ભાષાની સાથે જ, હિન્દીમાં રીલીઝ થયેલી ફિલ્મે રાતોરાત અલુ અર્જુનને પાન ઈન્ડિયા સ્ટાર બનાવી દીધો હતો. આ ફિલ્મની સ્ટોરીની સાથે અણુ અર્જુન, રશ્મિકા મંદાનાનું પરફોર્મન્સ ખૂબ જ વખણાયું હતું અને ફિલ્મના સારા ડાયલોગ્સ અને સોન્ગ્સે પણ ફિલ્મનું ખૂબ જ માર્કેટિંગ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતા ગ્લોબલ બોક્સ ઓફિસ પર રૂપિયા ૩૫૫ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

ફિલ્મને સફળતા મળવાની સાથે જ, ફિલ્મનો બીજા ભાગ બનાવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી હતી. સિક્વલ ફિલ્મને વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવવા માટે નવા અને મોટા કલાકારોને જાેડવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને સ્ટોરીમાં પણ વધુને વધુ ધમાકેદાર એક્શન, ટવીસ્ટ અને ટર્ન ઉમેરવાનું પ્લાનિંગ થઈ ચૂક્યું હતું અને ફેન્સ પણ આતુરતાથી ‘પુષ્પાઃ ધ રુલ’ ની રાહ જાેઈ રહ્યા હતા પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, લગભગ રૂપિયા ૩૫૦ કરોડની ફિલ્મ સાથે બનનારી આ ફિલ્મનું પ્લાનિંગ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે.

ફિલ્મનું પ્લાનિંગ હાલ પૂરતું અટકાવવા પાછળ બે મુખ્ય કારણ જવાબદાર છે. તેલુગુ ફિલ્મ નિર્માતાઓએ બધી જ ફિલ્મોનું શૂટિંગ થોડા સમય માટે અટકવી દીધું છે અને ફિલ્મોના પ્રોડક્શન ખર્ચમાં ઘટાડો ન થાય અને બોક્સ ફિલ્મ કલેક્શનમાં વધારો ન થાય ત્યાં સુધી ફિલ્મોનું શૂટિંગ શરુ ન કરવાનું નક્કી કર્યું છે. આ સાથે જ, ટિકિટની કિંમતો અને ઓટીટી પ્લેટફોર્મ્સના વધતા પ્રભુત્વને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે અને આ બધા જ મામલે પૂરતી ચર્ચા-વિચારણા અને સમાધાન બાદ જ ફિલ્મોનું શૂટિંગ આગળ વધારવાનું નક્કી કર્યું છે. ફિલ્મને હોલ્ડ પર રાખવાનું બીજું કારણ ‘પુષ્પાઃ ધ રુલ’નું બજેટ પણ છે.

ફિલ્મનું બજેટ લગભગ રૂપિયા ૩૫૦ કરોડની આસપાસ નક્કી થયું છે. અલુ અર્જુને સિરીઝની બીજી ફિલ્મ માટે રૂપિયા ૧૨૫ ફીની માંગણી કરી છે અને ફિલ્મના ડિરેક્ટર સુકુમારને રૂપિયા ૭૫ કરોડમાં બીજી ફિલ્મના ડિરેક્શનની કમાન સોંપાઈ હોવાની ચર્ચા છે. આ કારણે, લગભગ ૨૦૦ કરોડનો ખર્ચ તો ફિલ્મના મેઈન લીડ અને ડિરેક્ટર પાર થવાનો છે. આ સાથે જ, ફિલ્મના અન્ય કલાકારો અને શૂટિંગ માટે રૂપિયા ૧૫૦ ફાળવવામાં આવ્યા છે. અણુ અર્જુને ફિલ્મના પ્રોફિટ શેરની પણ માંગણી કરી છે. હવે, ફિલ્મના બજેટની ગણતરી અને તેની સામે ભવિષ્યમાં ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન અંગે વિચાર કરતા, સક્સેસફૂલ ફિલ્મની સિક્વલ બનાવવા માટે ઉત્સુક પ્રોડ્યુસર્સ પણ ચિંતામાં પડ્યા છે અને ફિલ્મનું પ્લાનિંગ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/