fbpx
બોલિવૂડ

માસિક ધર્મને લગતા કલંક પર આધારિત ફિલ્મમાં જાેવા મળશે બ્રિન્દા ત્રિવેદી

નેશનલ અવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને હિન્દી વૅબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા સફળતા મેળવનાર ગુજરાતી અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી તેની આવનારી હિન્દી ફિલ્મ ‘માસૂમ સવાલઃ ધ અનબેરેબલ પેઇન આવનારી છે.પર્ફોમિંગ આર્ટસ પ્રત્યેના રસને લીધે જ બ્રિન્દા ત્રિવેદીએ વર્ષ ૨૦૧૩માં લેક્ચરર તરીકેની નોકરીને ગુડબાય કહીને અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી ગુજરાતી સિનેમાની એક ઉભરતી સ્ટાર છે જે હવે માસિક ધર્મ પર આધારિત હિન્દી ફિચર ફિલ્મ માસૂમ સવાલમાં એક યુવાન છોકરીની અદભૂત માતાની ભૂમિકામાં જાેવા મળશે.

સંતોષ ઉપાધ્યાય દ્વારા નિર્દેશિત, કમલેશ કે મિશ્રા દ્વારા લખાયેલ અને નક્ષત્ર પ્રોડક્શન્સના રંજના ઉપાધ્યાય દ્વારા નિર્મિત, તેમાં નિતાંશી ગોયલ, એકાવલી ખન્ના, શિશિર શર્મા, શશી વર્મા, રોહિત તિવારી, મધુ સચદેવા, રામજી બાલી ની ફિલ્મ માસૂમ સવાલ ૫ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના વિષય વિશે વાત કરતાં બિન્દ્રા ત્રિવેદી એ જણાવ્યું કે વિષયને સારી રીતે દર્શાવવામાં આવ્યો જે સંવેદનશીલતા અને યોગ્ય અભિગમ સાથે વ્યવહાર કરે છે. આ વાત એક છોકરીની વાર્તા કહે છે જે તેણીના માસિક ચક્ર શરૂ થયા પછી લાદવામાં આવેલા કલંક અને પ્રતિબંધોનો સામનો કરે છે.

તેણી નિર્દોષતા એ નિષિદ્ધનો સામનો કરે છે અને પ્રશ્ન કરે છે કે જેમાંથી સ્ત્રીઓને પસાર થવું પડે છે અને આખરે કુટુંબમાં દરેક વ્યક્તિ તેની સાથે કેવી રીતે સંમત થાય છે. આ ફિલ્મ તેને યોગ્ય પ્રમાણિકતા સાથે રજૂ કરે છે અને તે પ્રેક્ષકોમાં તે અસર ઊભી કરશે. આ ફિલ્મમાં તેના કામના અનુભવ વિશે શેર કરતાં કહે છે, “આ એક રોમાંચક અનુભવ હતો કારણ કે અમે તમામ અનુભવી કલાકારો સાથે કોવિડ દરમિયાન શૂટ કર્યું હતું અને ઘણું શીખવા મળ્યું હતું. મથુરા વૃંદાવનમાં શૂટિંગ કરવું અને તે સ્થળની સુંદરતાનો અનુભવ કરવો એ જીવનનો લહાવો હતો.અમે બધા સાથે મળીને મંદિરની મુલાકાત લેતા હતા

અને ત્યાંની પ્રખ્યાત વાનગીઓ અજમાવતા હતા. ડિરેક્ટર સંતોષજીએ અમને કમ્ફર્ટ ઝોન અને મુક્તપણે કામ કરવા માટે જગ્યા આપી હતી.” ફિલ્મનું શૂટિંગ મથુરામાં થયું છે. શૂટિંગની યાદોને વાગોળતા બ્રિન્દા ત્રિવેદી કહે છે કે, ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં થયું હતું. કોરોના કાળ પછી હું પહેલીવાર શૂટિંગ માટે બહાર નીકળી હતી. મુશ્કેલી સમયમાં શૂટિંગ કરવું જેટલું મુશ્કેલ હતું એટલી જ આ વાત ગર્વની પણ હતી. કારણકે મહામારીના સમયમાં શૂટિંગ કરીને અમે લોકો સુધી મનોરંજન પહોચાડી શકીએ તેવું કામ કરી રહ્યાં હતા.

પર્ફોમિંગ આર્ટસ પ્રત્યેના રસને લીધે જ બ્રિન્દા ત્રિવેદીએ વર્ષ ૨૦૧૩માં લેક્ચરર તરીકેની નોકરીને ગુડબાય કહીને અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. કારકિર્દીના શરુઆતના દિવસોમાં અમદાવાદના પ્રખ્યાત થિયેટર્સ ગ્રુપ અને કલાકારો સાથે કામ કર્યું અને પછી વર્ષ ૨૦૧૪માં દિલ્હીની નેશનલ સ્કુલ ઑફ ડ્રામામાં એડમિશન લીધું હતું. ત્રણ વર્ષ નેશનલ સ્કુલ ઑફ ડ્રામામાં અભિનયની તાલીમ લીધા બાદ બ્રિન્દા ત્રિવેદી મુંબઈ આવી હતી. બ્રિન્દા ત્રિવેદીએ સાન્યા મલ્હોત્રાની ફિલ્મ ‘ફોટોગ્રાફ’ દ્વારા સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી મારી. તેણે ફિલ્મ ‘મિત્રો’માં પણ નાનકડું પાત્ર ભજવ્યું હતું.

ત્યારબાદ અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’માં કેસરનું પાત્ર ભજવ્યું. જેના દ્વારા તેને ખુબ લોકપ્રિયતા મળી. આ ફિલ્મને નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો.બ્રિન્દા ત્રિવેદીની યશ કલગીમાં વધુ એક સફળતા હિન્દી વૅબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરી’થી મળી હતી. જેમાં તેણીએ હર્ષદ મહેતાની ભાભીનું પાત્ર ભજવ્યું હતું. ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ‘ઓહો ગુજરાતી’ પર વૅબ સિરીઝ ‘વિઠ્ઠલ તિડી’માં બ્રિન્દા ત્રિવેદી અભિનેતા પ્રતિક ગાંધી સાથે મહત્વની ભૂમિકામાં છે. આ સિરીઝને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/