તારક મહેતા ફ્રેમ દીશા વાકાણી હાલમાં જ પોતાનો ૪૪મો જન્મદિન ઉજ્વ્યો
દિશા વાકાણી મૂળ ગુજરાતી છે. તેમનો જન્મ ૧૪ ઓગસ્ટ ૧૯૭૮માં અમદાવાદમાં ગુજરાતી જૈન પરિવારમાં થયો હતો. તેમણે ગુજરાત કોલેજથી ડ્રેમેટિક ગ્રેજ્યુએશન કર્યુ છે. દિશા વાકાણીએ પોતાના કેરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. ત્યાર બાદ તેમણે ટીવી સિરિયલ્સમાં કામ કર્યુ. દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશમાના શો પહેલા શુભ મંગલ સાવધાન, ખિચડી, ઈન્સ્ટન્ટ ખિચડી, હીરો ભક્તો હી શક્તિ હૈ અને આહટ સહિતના શોટમાં કામ કર્યુ છે. સાથે જ દિશા વાકાણી વર્ષ ૨૦૧૪માં ઝ્રૈંડ્ઢમાં પણ જાેવા મળ્યા હતા. દિશા વાકાણી મોટા પડદા પર પણ પોતાની કિસ્મત અજમાવી ચૂક્યા છે. તેઓ શાહરુખ ખાનની ફિલ્મ દેવદાસમાં નજરે પડ્યા હતા. સાથે જ તેમણે જાેધા અકબદર, મંગલ પાંડે ધ રાઈઝિંગ, લવ સ્ટોરી ૨૦૫૦ સહિતની ફિલ્મમાં સ્પોર્ટિંગ રોલમાં કામ કર્યુ છે. જાેકે આ ફિલ્મમાં તેમને ઓળખ મળી ન હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશમા શો દિશા વાકાણીના કેરિયરનું ટર્નિંગ પોઈન્ટ હતુ. જાેકે વર્ષ ૨૦૧૭માં માતા બનતા તેમણે આ શોને અલવિદા કહ્યું હતુ. ટીવી જગતના સૌથી મોંઘા સ્ટાર્સની યાદીમાં દિશા વાકાણી સામેલ છે. તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશમાના એક એપિસોડના દોઢ લાખ રૂપિયા લેતા હતા. દિશા વાકાણીની નેટ વર્થની વાત કરીએ તો તેમની પાસે વર્ષ ૨૦૨૧માં ૩૭ કરોડની સંપતિ હતી. દિશા વાકાણીએ ૨૦૧૫માં મુંબઈના ઝ્રછ મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં આ કપલને બે બાળકો છે.ટીવીના ફેમસ અભિનેત્રી દયાબેન આજે પોતાના ૪૪માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. દિશા વાકાણીએ ગુજરાતી થિયેટર, હિન્દી ફિલ્મમાં નાના-મોટા રોલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જાેકે પોતાના કેરિયરમાં સૌથી વધુ ફેમસ તેઓ દયાબેનના રોલથી થયા. તારક મહેતા કા ઉલ્ટા ચશમાના શોને દયા બેનને છોડે ૫ વર્ષ થયા છે. પરંતુ હજી પણ લોકો તેમના વાપસીની રાહ જાેઈ રહ્યા છે. હજુ સુધી મેકર્સ દિશા વાકાણીને શોમાં પરત લાવી શક્યા નથી.
Recent Comments