૨૦૨૩માં મિસ યૂનિવર્સ જૂના નિયમોને બદલી નાખશે
અનેક મહિલાઓ મિસ યૂનિવર્સનો ખિતાબ જીતવાનું સપનું જાેવે છે. તેમ છતાં ખૂબ જ મહેનત કર્યા બાદ પણ તેમને સફળતા મળતી નથી. ઉંમર વધવાને કારણે મહિલાઓ પોતાનું આ સપનું પડતું મુકી દે છે. મિસ યૂનિવર્સ બનવાના સપના જાેતી તમામ મહિલાઓ માટે સારા સમાચાર છે. નવા નિયમ અનુસાર મહિલાઓ લગ્ન બાદ પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકે છે. આ નિયમ ક્યારે અને કેવી રીતે શરૂ થશે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે. બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે મહિલાઓએ હવે વધારે વિચારવાની જરૂર નથી. લગ્ન અને બાળકો બાદ પણ મહિલાઓએ નિરાશ થવાની જરૂર નથી.
હાલના રિપોર્ટ્સ અનુસાર, ૭૦ વર્ષથી જે નિયમો ચાલી રહ્યા છે તે નિયમોને મિસ યૂનિવર્સ ૨૦૨૩માં ખતમ કરવામાં આવી રહ્યા છે. પરિણીત મહિલાઓ પણ આ કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, આ નિયમ ક્યારથી લાગુ કરવામાં આવશે. તે માટે હવે તમારે વધુ રાહ જાેવાની જરૂર નથી. આગામી વર્ષ ૨૦૨૩માં યોજાનાર કોન્ટેસ્ટમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી યોજાનાર મિસ યૂનિવર્સ કોન્ટેસ્ટમાં માત્ર ૧૮થી ૨૮ વર્ષની અપરિણીત મહિલાઓ ભાગ લઈ શકતી હતી. આ નિયમમાં ફેરફાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
હરનાઝ સંધૂએ મિસ યૂનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીત્યા હતો અને તે અપરિણીત હતી. મિસ યૂનિવર્સ કોન્ટેસ્ટમાં આ નિયમમાં ફેરફાર કરવાને કારણે અનેક લોકો ખુશ છે. વર્ષ ૨૦૨૦માં મિસ યૂનિવર્સનો ખિતાબ જીતનાર મેક્સિકોની એંડ્રિયા મેજાએ આ ર્નિણયને સરાહનીય ગણાવ્યો છે. એંડ્રિયા મેજાએ જણાવ્યું કે, ‘વ્યક્તિગતરૂપે મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ પોસ્ટ માટે અગાઉ માત્ર પુરુષોને જ હક હતો, હવે બદલાવ કરવાનો સમય આવી ગયો છે.’ વર્ષ ૨૦૨૦માં મિસ યૂનિવર્સનો ખિતાબ જીતનાર એંડ્રિયા પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તે પરિણીત છે, જે કોન્ટેસ્ટના નિયમોની વિરુદ્ધ છે. અગાઉ ભારતની હરનાઝ સંધૂએ મિસ યૂનિવર્સનો ખિતાબ જીત્યો હતો. વર્ષ ૧૯૯૪માં બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન અને વર્ષ ૨૦૦૦માં લારા દત્તાએ આ ખિતાબ જીત્યો હતો.
Recent Comments