અભિનેત્રી નમિતા વંકાવાલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો
ભારતીય સિનેમામાં નમિતા વંકાવાલા જાણીતી કલાકાર છે. તેમણે અનેક તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું છે. નમિતા રાજનીતિ ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપે છે. તેઓ તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્ય કાર્યકારી સભ્ય તરીકે કામ કરે છે. નમિતા હાલના દિવસોમાં ખૂબ જ ખુશ છે, તેમણે બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે. નમિતાએ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ અંગે ખુલાસો કર્યો છે. ૪૧ વર્ષીય અભિનેત્રી નમિતાએ કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે, તેમણે બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે અને આ બંને પુત્ર છે. વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘હરે કૃષ્ણા, આ શુભ અવસરે તમારી સાથે આ ગુડ ન્યૂઝ શેર કરતા અમને ખૂબ જ ખુશી થઈ રહી છે.
અમે બે જુડવા દીકરાના માતા પિતા બન્યા છીએ. આપનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા આમ જ જળવાઈ રહે. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ક્રોમપેટની સારી હેલ્થ કેર અને સર્વિસ માટે અમે ખૂબ જ આભારી છીએ. હું ડો.ભુવનેશ્વરી અને તેમની ટીમનો ખૂબ જ આભાર માનું છું. તેમણે મારી પ્રેગનેન્સી દરમિયાન મારા બાળકોને જન્મ આપવા માટે મને ગાઈડ કરી હતી. ડો.ઈશ્વર અને ડો.વેલ્લૂ મુર્ગન મને મધરહૂડમાં પણ હેલ્પ કરી રહ્યા છે. આપ સહુનો ખૂબ ખૂબ આભાર. હેપ્પી જન્માષ્ટમી.’ નમિતાએ વર્ષ ૨૦૧૭માં મલિરેડ્ડી વિરેન્દ્ર ચૌધરી સાથે લગ્ન કર્યા હતા અને નવેમ્બર ૨૦૨૧માં તેમણે લગ્નની ચોથી એનિવર્સરી ઊજવી હતી. નમિતાએ સોશિયલ મીડિયા પર બેબી બંપના ફોટોશૂટ પણ શેર કર્યા હતા.
ચોડા દિવસ પહેલા તેમણે ફોટો શેર કરીને લખ્યું હતું કે, એક મા બનવા માટે વિનમ્ર વિદ્યાર્થી હોવું જરૂરી છે. જેના પરથી કહી શકાય કે, નમિતા માતા બનવાના ગુણ શીખી રહી છે અને પોતાના મધરહુડના સમયગાળાને એન્જાેય કરી રહી છે. નમિતાએ ૧૦ મે ૨૦૨૨ના રોજ પોતાના જન્મદિવસે પ્રેગનેન્સી અંગે જણાવ્યું હતું. નમિતાના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તેમણે ફિલ્મ ‘મિયા’માં કામ કર્યું હતું. હવે તેઓ ‘બો બો’માં એક બ્લોગરની ભૂમિકામાં જાેવા મળશે. નમિતાએ છેલ્લી ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસ તમિલમાં કામ કર્યું હતું. તેમના પતિ વિરેન્દ્ર પણ એક અભિનેતા છે. તેમણે સાઉથ ફિલ્મ ‘અઝાગિયા તમિઝ મગન’ અને ‘બિલ્લા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
Recent Comments