fbpx
બોલિવૂડ

અભિનેતા દર્શિલ સફારી સાયકોલોજિક્લ થ્રિલર ફિલ્મ ટિબ્બામાં જાેવા મળશે

તારે જમીન પરમાં હૃદયસ્પર્શી ડેબ્યુ પર્ફોર્મન્સ સાથે પ્રશંસા મેળવનાર મોહક અભિનેતા દર્શિલ સફારીએ તિબ્બા નામની સાયકોલોજિકલ થ્રિલર માટે હસ્તાક્ષર કર્યા છે. આ ફિલ્મનું નિર્માણ કન્ટેન્ટ એન્જિનિયર્સ અને ડાન્સિંગ શિવા ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્દેશન ગૌરવ ખાટી કરશે.જ્યારે ટિબ્બા હવે પ્રોડક્શન હેઠળ છે, કન્ટેન્ટ એન્જિનિયર્સ અને ડાન્સિંગ શિવાએ દર્શિલ સફારીને વધુ બે ફિલ્મો માટે સાઈન કર્યા છે, જે વિકાસના તબક્કામાં છે. આ સમાચારને સમર્થન આપતાં કન્ટેન્ટ એન્જિનિયર્સના સીઇઓ ઉત્પલ આચાર્યએ જણાવ્યું, “ફિલ્મ ઉદ્યોગને યુવા પ્રતિભાની જરૂર છે અને દર્શિલ સંભવિતદરેકરીતે તેમાં બંધબેસે છે.

તે ન માત્ર એક ખૂબ જ સારો અભિનેતા છે, પરંતુ એક હેંડસમ યુવાનમાં બદલાઇ ગયો છે. અમે તેને વધુ બે ફિલ્મો માટે સાઈન કરી ખુશ છીએ જેમાં તેના અલગ-અલગ રંગમાં અલગ-અલગ જાેનર જાેવા મળશે.” નિર્માતા પ્રણય ચોકશીએ જણાવ્યું, “અમને ઉદ્યોગમાં વધુ યુવા કલાકારોની જરૂર છે અને મને આનંદ છે કે અમારી સાથે કન્ટેન્ટ એન્જિનિયર્સ યુવા પ્રતિભાને ખીલવશે. દર્શિલ જેવા તેજસ્વી અભિનેતા સાથેની આ ભાગીદારી હિન્દી ફિલ્મો માટે ખૂબ જ જરૂરી પગલું છે.” દર્શિલે જણાવ્યું, “હું કેટલાંક સમયથી યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જાેઈ રહ્યો હતોઅને મને પૂરો વિશ્વાસ છે કે સાયકોલોજિકલ થ્રિલર ‘તિબ્બા’ એક એવો પ્રોજેક્ટ છે, જે મારી અંદર રહેલી સર્જનાત્મક ભૂખને સંતોષવામાં મદદ કરશે.

મને આનંદ છે કે કન્ટેન્ટ એન્જિનિયર્સ અને ડાન્સિંગ શિવ ફિલ્મ્સની ટીમ આઉટ-ઓફ-ધ-બોક્સ વાર્તાઓ અને સ્ક્રિપ્ટ્‌સનો પ્રયોગ કરવા અને અન્વેષણ કરવા માટે ખુલ્લી છે. આ અનોખા વિક્ષેપકારક વિચારો સમગ્ર વિશ્વમાં યુવાનો અને પરિવારોને ઉત્તેજિત કરશે!” ડૉ. રાજ ખાવરે, પ્રણય ચોકશી, સૌરભ વર્મા, અનુયા ચૌહાણ કુડેચા, ઉત્પલ આચાર્ય અને રિતેશ કુડેચા દ્વારા નિર્મિત, બે પ્રોડક્શન હાઉસ એનએફટીઅને મેટાવર્સ ફૉર પણ દર્શિલ સફારીને લક્ષ્યાંકિત કરીને સમગ્ર દુનિયામાંથી યુવાનો અને જનરેશન ઝેડ બનાવવા માટે ઊર્જાનું રોકાણ કરવા માગે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/