fbpx
બોલિવૂડ

કોફી વીથ કરણમાં શાહિદ કપૂર જાહેરમાં બોડી પાર્ટ વિશે બોલતા કિયારા શોક થઈ ગઈ

કોફી વીથ કરણ એક એવો ચેટ શો છે જે ખુબ પસંદ થઈ રહ્યો છે. જેમાં અનેક રસપ્રદ અને મસાલેદાર ગોસિપ્સ પણ જાેવા મળે છે. જાે કે ક્યારેક બોલ્ડ ચર્ચાઓ વિવાદનું કારણ પણ બને છે. કરણ જૌહરના આ ચેટ શોનો એક લેટેસ્ટ એપિસોડનો પ્રોમો રિલીઝ થયો છે. જેમાં કબીર સિંહની જાેડી શાહિદ કપૂર અને કિયારા અડવાણી એક સાથે જાેવા મળી રહ્યા છે. આ પ્રોમોને જાેઈને એવી આશા કરવામાં આવી રહી છે કે એપિસોડ ખુબ રોમાંચક હશે. એપિસોડના પ્રોમોમાં શાહીદે પોતાના બોડીના એક પાર્ટ વિશે કઈંક એવું કહી નાખ્યું કે કરણ અને કિયારા પણ સ્તબ્ધ થઈ ગયા.

કોફી વીથ કરણના દરેક એપિસોડમાં હોસ્ટ કરણ જૌહર પોતાના ગેસ્ટ સાથે તેમની પ્રાઈવેટ વાતો અને પર્સનલ લાઈફના સિક્રેટ્‌સ કઢાવી લે છે. હાલમાં જ રિલીઝ થયેલા પ્રોમોમાં શાહિદ અને કિયારાએ અનેક ટોપિક્સ પર ખુલાસો કર્યો છે. કરણના એક પર્સનલ સવાલ પર શાહિદની જીભ લપસી અને કઈક એવું બોલી ગયો કે કિયારા અને કરણ એકદમ ભોંઠા પડી ગયા. કોફી વીથ કરણના એપિસોડમાં કરણે શાહિદને પૂછ્યું કે તેના પ્રમાણે તેના શરીરનું સૌથી સેક્સી અંગ કયું છે. જેના પર જરાય વિચાર્યા વગર ફટાક દઈને શાહિદ બોલ્યો કે તે ભાગ કેમેરા પર હાલ જાેવા મળી રહ્યો નથી.

સ્પષ્ટ છે કે શાહિદ પોતાના પ્રાઈવેટ પાર્ટની વાત કરી રહ્યો છે અને તેનો જવાબ સાંભળીને કિયારા અને કરણ એકદમ શોક થઈ ગયા. અત્રે જણાવવાનું કે એપિસોડમાં પૂછવામાં આવતા કિયારાએ કબૂલ કર્યું કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તે માત્ર નીકટના મિત્ર નથી પરંતુ તેના કરતા વધુ છે. કરણ અને શાહિદ ખુબ આરામથી તેમના આવનારા બાળકો વિશે વાત કરી રહ્યા હતા અને શાહિદે એવી જાહેરાત પણ કરી કે આ વર્ષના અંત સુધીમાં કિયારા એક મોટી જાહેરાત કરી શકે છે જે એક ફિલ્મ વિશે નહીં હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/