fbpx
બોલિવૂડ

રણવીર સિંહ ફેન્સ સાથે મળી કર્યો જાેરદાર ડાન્સ

રણવીર સિંહ પોતાની એનર્જી અને વાઈબ્સથી હંમેશાં ફેન્સનું દિસ જીતી લે છે. હાલમાં જ રણવીર સિંહે ગરબા નાઈટમાં ધૂમ મચાવી હતી. ગઈકાલ રાત્રે મુંબઈમાં ‘મરાઠી ડાંડિયા મહોત્સવ’ માં હાજરી આપવા પહોંચ્યો હતો અને આ દરમિયાન ઘણી તસવીર અને વીડિયો સામે આવ્યા છે. રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ શાનદાર સાંજનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રણવીર સિંહ ફૂલ એનર્જીમાં સ્ટેજ પર નાચતો જાેવા મળી રહ્યો છે અને તેની સાથે ફેન્સ પણ ખુશીથી ઝૂમી રહ્યા છે. ફાસ્ટ ફોવર્ડ મોડમાં આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં રણવીર પંડાલમાં જતો જાેવા મળી રહ્યો છે અને હજારોની સંખ્યામાં હાજર ફેન્સને અભિવાદન કરતો જાેવા મળી રહ્યો છે. ફેન્સ પણ રણવીરની સાથે એનર્જીની સાથે ગરબા રમતા જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન રણવીર સિંહ સ્ટ્રાઈપ્ડ રેડ કૂર્તા અને જીન્સમાં ઘણો ડેશિંગ લાગી રહ્યો હતો.

અભિનેતાએ ‘ડાંડિયા’ સમારોહમાં હાજર પોતાના પ્રશંસકોને શુભેચ્છા પાઠવી. તેણે તત્તડ તત્તડ જેવા પોતાના પેપ્સી ડાન્સ નંબર પર પણ ડાન્સ કર્યો. આ બધાની સાથે રણબીરે માતા દુર્ગાની પૂજા કરી અને માતાના આશીર્વાદ લીધા. તેણે હાલમાં ઘણા સાર્વજનિક પ્રદર્શન કર્યા છે અને દરેક સમારોહમાં તેને હાજરી આપી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહે છેલ્લે યશરાજ ફિલ્મ્સની ‘જયેશભાઈ જાેરદાર’માં જાેવા મળ્યો હતો. તે આગામી રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ સર્કસમાં જેકલિન ફનાર્ન્ડિઝ, પૂજા હેગડે, સંજય મિશ્રા, જાેની લિવર અને વરુણ શર્માની સાથે જાેવા મળશે. તેના પછી તે કરન જાેહરની આગામી નિર્દેશિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જાેવા મળશે, જે ૨૦૨૩માં રિલીઝ થશે. ફિલ્મમાં રણવીર સિવાય આલિયા ભટ્ટ, શબાના આઝમી, જયા બચ્ચન, ધર્મેન્દ્ર જેવા સ્ટાર્સ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/