fbpx
બોલિવૂડ

વિક્રમ વેધા હિન્દી રિમેકની પાયરસી રોકવા વેબસાઈટને બ્લોક કરી દો ઃ મદ્રાસ હાઈકોર્ટે

૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ વિર્ક્મ વેધા એક તમિલ ફિલ્મની રીમેક છે. આ ફિલ્મ માટે ચાહકોમાં પહેલેથી ખુબ જ ઉત્સાહ જાેવા મળ્યો હતો, પરંતુ તેની બોકસ ઓફિસ પર ધીમી શરૂઆત રહી હતી. એ ફિલ્મ બાબતે મદ્રાસ હાઇકોર્ટે હવે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેની ફિલ્મની સફળતા પર સીધી અસર પડશે. હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર વિક્રમ વેધાની હિન્દી રિમેકની પાયરસી રોકવા માટે મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં ૧૩,૦૦૦થી વધુ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એમ સુંદરે ૩૦ સપ્ટેમ્બરના રોજ ફિલ્મના સહ-નિર્માતા રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો દ્વારા દાખલ કરાયેલા કેસ પર વચગાળાનો મનાઈ હુકમ પસાર કર્યો હતો. હાઈકોર્ટે કેટલીક અજાણી વેબસાઈટ્‌સ સહિતની વેબસાઈટ્‌સને પણ ફિલ્મ સંબંધિત કોઈપણ કોપીરાઈટનું ઉલ્લંઘન કરતા રોક લગાવી હતી.

જેથી તેમના દ્વારા ફિલ્મનું કોઈ ટેલિકાસ્ટ, કોમ્યુનિકેશન, એક્સપોઝર અને સ્ટ્રીમિંગ કરવામાં ન આવે. તેમણે એવો પણ આદેશ આપ્યો છે કે વેબસાઇટ્‌સ અથવા કોઈપણ વ્યક્તિએ ફિલ્મના કોઈપણ ભાગને જાહેરમાં જાેવા, ડુપ્લિકેશન કરવા અથવા વિતરણ કરવા માટે તેને રેકોર્ડ કે રી-શૂટ કરવું નહીં. રિલાયન્સે તેના કેસમાં કહ્યું હતું કે તેણે દેશભરના ૩,૦૦૦થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ઘણા પૈસા લગાવ્યા છે. એક સહ-નિર્માતા હોવાને કારણે તેમની પાસે ફિલ્મ પર કાનૂની અધિકારો હતા, જેના પર કૉપિરાઇટ ઉલ્લંઘનનો મોટો ખતરો જણાતો હતો. જસ્ટિસ સુંદરે કહ્યું કે તમામ પક્ષકારોકે જેઓ જવાબ આપવા બંધાયેલા છે તેમને નોટિસ જારી કરવાથી વિલંબ થશે અને વચગાળાનો આદેશ પસાર કરવાનો હેતુ નિષ્ફળ જશે.

આથી કોર્ટે છ સપ્તાહ માટે વચગાળાનો મનાઈહુકમ આપ્યો હતો. વિક્રમ વેધા ફિલ્મની કમાણી પહેલા દિવસે સૌથી ઓછી રહી હતી. આ ફિલ્મે શુક્રવારે માત્ર ૧૦.૫૮ કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ વિકેન્ડમાં ફિલ્મે સારો દેખાવ કર્યો હતો. ફિલ્મે શનિવારે ૧૨.૫૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ત્યારબાદ રવિવારે ૧૪.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મે ૩ દિવસમાં લગભગ ૩૭.૫૯ કરોડનું કલેક્શન કર્યું છે. વિક્રમ વેધામાં હ્રિતિક રોશન અને સૈફ અલી ખાન સિવાય રાધિકા આપ્ટેનો પણ મહત્વનો રોલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/