fbpx
બોલિવૂડ

જાે આજે ‘ઓહ માય ગોડ’ રિલીઝ થઈ હોત તો ઉગ્ર વિરોધ નક્કી હતો : ગોવિંદ નામદેવ

વર્ષ ૨૦૧૨ની સૌથી વધુ વખણાયેલી અને દર્શકોના દિલો-દિમાગ પર અલગ જ છાપ છોડી જનારી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની રિલીઝને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આ ફિલ્મમાં દરેક ધર્મના લોકો વિશે ટિપ્પણી કરવામાં આવી હતી અને સાચું જીવન કેવી રીતે જીવી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મના મુખ્ય અભિનેતા પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચેનો સંવાદ પણ લોકો યાદ કરાવીને ચર્ચા કરતા રહે છે. અત્યારે બોલિવૂડ ફિલ્મોમાં હિન્દુ ધર્મની મજાક ઉડાવવા સામે અને લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ ‘બોયકોટ’ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ‘બેન્ડિટ કવીન’, ‘વિરાસત’, ‘સરફરોશ’, ‘પ્રેમ ગ્રંથ’, ‘કચ્ચે ધાગે’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી સીનેદર્શકોના દિલમાં અલગ જ સ્થાન મેળવનાર અભિનેતા ગોવિંદ નામદેવે આજના સમય સાથે તેમના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની તુલના કરી હતી અને તેમણે ભજવેલા પંડિતના પાત્ર વિશે ચર્ચા કરી હતી.

ગોવિંદ નામદેવે કહ્યું હતું કે, જાે અમારી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ આજના સમયે રિલીઝ થઈ હોત તો, અમારે અનેક પ્રકારના વિરોધનો સામનો કરાવો પડ્યો હોત. ફિલ્મમાં શિવલિંગ પર દૂધ ચઢાવવાથી દૂધનો બગાડ થાય છે અને તેનો સદુપયોગ થાવો જાેઈએ તેવા અનેક ડાયલોગ્સ હતા. તે સમયે ફિલ્મ દરમિયાન જે થયું તે આજના સમય માટે યોગ્ય નથી. આ ઉપરાંત, હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા અનેક ડાયલોગ્સ એક્ટર્સ દ્વારા બોલવામાં આવ્યા હતા. હવે, જાગૃતતા પ્રવર્તી રહી છે અને આ કારણે શ્રદ્ધાની વાતને આમ રજૂ ન કરી શકાય તે સમજવું જરૂરી છે.

આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તમે કોઈની પર આરોપ ન લગાવી શકો કે કોઈને ખરાબ ન કહી શકો. મંદિર મેનેજમેન્ટ કોઈ દિવસ નથી કહેતું કે, તમારે આટલા રૂપિયાનું દાન કરવું જાેઈએ કે તમારે મંદિરમાં અવશ્ય દર્શને પધારવું જ પડશે. આ શ્રદ્ધા, લાગણી અને ધર્મની વાત છે. જાે અમારી ફિલ્મ આજે રિલીઝ થઈ હોત તો, અમે સૌ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત કારણકે ફિલ્મમાં ઘણું બધું એવું હતું કે, જેનો ઉગ્ર વિરોધ થતો અને અમારી ફિલ્મની રિલીઝ પર રોકવાનો સમય આવતો. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/