fbpx
બોલિવૂડ

સુષ્મિતા-રોહમન શાલ સાથે જાેવા મળ્યા,એકબીજાને ડેટ કરી રહ્યાની છે ચર્ચા!

સુષ્મિતા સેન અને રોહમન શોલ અલગ થયા પછી પણ સારા એવા મિત્રો છે. તેઓ ઘણી વખત સાથે પણ જાેવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર સુષ્મિતા અને રોહમન સાથે જાેવા મળ્યા છે. બંને લોકો ડૉક્ટર હૃષિકેશ પાઈની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં જાેવા મળ્યા હતા. તેમની સાથે સુષ્મિતાની પુત્રી રેની અને અલીશા પણ જાેવા મળી હતી. સુષ્મિતા અને રોહમનનો ફોટો સામે આવ્યા પછીસોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે, કે શું આ બંને ફરી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતાએ ડૉક્ટર હૃષિકેશ પાઈની દીકરી અન્વિષાની સગાઈમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સુષ્મિતા સાથે રોહમન શાલ પણ હેન્ડસમ લુકમાં જાેવા મળ્યો હતો.આ સાથે તેમની પુત્રીઓ રેની અને અલીશા પણ સાથે જ જાેવા મળી હતી. બંને સેલેબ્સના ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. તસવીર પ્રમાણે સુષ્મિતા અને રોહમન બંને યુવતીઓ સાથે બ્લેક અવતારમાં જાેવા મળી રહ્યા છે. આ તસવીરો સામે આવ્યા પછી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સુષ્મિતા અને રોહમનના સંબંધો ફરી એકવાર શરૂ થઈ રહ્યા છે કે શું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બંને ઘણી વખત સાથે સમય પસાર કરતા જાેવા મળ્યા છે. સુષ્મિતા અને રોહમન શૉલ બે વર્ષથી વધુ સમય એકબીજાને ડેટ કર્યા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના બ્રેકઅપની જાહેરાત કરી હતી અને બંને અલગ થઈ ગયા, પરંતુ તેમ છતાં તેઓ સાથે ચાલતા જાેવા મળ્યા. સુષ્મિતા અને રોહમનના કરિયરની વાત કરીએ તો શાલ એક મોડલ છે. તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની આવનારી આગામી ફિલ્મમાં તે એક કાશ્મીરી વ્યક્તિની ભૂમિકામાં જાેવતો જાેવા મળશે. ત્યારે બીજી તરફ સુષ્મિતા સેન પણ આગામી ફિલ્મ તાલીમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તે ટ્રાન્સ વુમન ગૌરી સાવંતની ભૂમિકામાં જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/